Homeધર્મતેજઆપણને ગમતા કોઈ પણ દેવની ભક્તિ કરવી

આપણને ગમતા કોઈ પણ દેવની ભક્તિ કરવી

શાંકરવાણી -ડૉ. અનિલ દ્વિવેદી

આજે શ્રી શંકરાચાર્યે લખેલ ‘સાધન પંચકમ્નો આ બીજો શ્ર્લોક માણીએ. આ શ્ર્લોકમાં આઠ સાધનો બતાવે છે; જેમ કે –
(૧) સત્સંગ – સત્ શબ્દનો અર્થ ઘણો વિશાળ છે. સારા માણસો, સારા ગ્રંથો વગેરે. સારા માણસોનો સંગ કરીએ તો સારા બનીએ, પણ સદ્ગુણોમાં રહેલી શ્રદ્ધા વધે છે. નહીંતર એમ થાય કે દાન, જપ, સ્વાધ્યાય વગેરે કરવાથી શો ફાયદો? ફલાણી વ્યક્તિ આવું કંઈ કરતી નથી, છતાં સુખી છે! આવા તર્કોથી બચવા માટે સત્સંગ કરવો જોઈએ, જેથી સદ્ગુણોમાં રહેલી આપણી આસ્થા દૃઢ બને.
જો કોઈ સંત ન મળે તો વેદ, પુરાણ વગેરે વાંચવાં જોઈએ. આમ કરવાથી વેદના વસિષ્ઠ વગેરે ઋષિઓ, શુકદેવ વગેરે મુનિઓ સાથે સીધો જ સંવાદ થાય. આપણે રામચરિતમાનસ વાંચીએ તો સીધા તુલસીદાસ જ મળે. આ મોટો સત્સંગ છે.
(૨) ભગવદ્ ભક્તિ – આપણને ગમતા કોઈપણ દેવની ભક્તિ કરવી. ભક્તિ કરવી એટલે આપણા ઈષ્ટદેવની કથા સંભાળવી, તેના ગુણોનું અને નામોનું કીર્તન કરવું, મનથી સતત સ્મરણ કરવું, તેના ચરણોનું ધ્યાન કરવું, તેની પૂજા કરવી, તેને પ્રણામ કરવા, તેના દાસ થઈને રહેવું અર્થાત્ તે સ્થિતિમાં રાખે તેનો સહજ સ્વીકાર કરવો, તેની સાથે મિત્રતા રાખવી અને આપણું જીવન એને સોંપી દેવું અરૂ अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे हाथों में આ રીતે ભગવાનની ખૂબ જ ભક્તિ કરવી.
(૩) શાંતિ વગેરે સદ્ગુણો જીવનમાં ઊતરે એવો પ્રયત્ન કરવો. ખાસ કરીને શાંતિ, ધીરજ, સમયપાલન, નિયમિતતા, ચારિત્ર્ય, આપસનો ત્યાગ, પ્રામાણિકતા, વીરતા અને દેશભક્તિ – આવા ગુણો જીવનમાં ઉતારવા.
(૪) કર્મ ત્યાગ – શ્રી શંકરાચાર્ય કહે છે કે દૃઢ કર્મોનો જલદી ત્યાગ કરવો આપણે એવાં ઘણાં કામ કરતા જોઈએ છીએ જેનો કોઈ અર્થ ન હોય અને બીજું, આપણે કામને પ્રાણની જેમ વળગી રહીએ છીએ પણ કાંઈ હોતું નથી એટલે આચાર્ય કહે છે કે કર્મોમાં અતિ દૃઢતા ન રાખવી. અતિ ચોંટી ન જાવું.
(૫) વિદ્વાનો પાસે જવું – સારા વિદ્વાનો પાસે જવાથી આપણી સમજ વિકસતી હોય છે. તેથી વિદ્વાન પાસે જવું જોઈએ.
(૬) પાદુકાસેવન – વિદ્વાનોની પાદુકાનું સેવન કરવું જોઈએ. તેના ચરણોમાં શીશ ઝુકાવવું જોઈએ; જેથી આપણો અહંકાર નાશ પામે.
આ છે પાદુકાસેવન.
(૭) પ્રાર્થના – વિદ્વાનો પાસે જઈને એકાક્ષર બ્રહ્મને જાણવાની ઈચ્છા વ્યકત કરવી.
એકાક્ષર બ્રહ્મ એટલે ૐકાર અથવા નિરાકાર બ્રહ્મ ૐકારના જયશ્રી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. આ અંગે શું કરવું, તે વિદ્વાનો પાસે જઈને જાણવું જોઈએ. વિદ્વાન પણ બ્રહ્મની અનુભૂતિ કરેલી હોય, એવા હોવા જોઈએ.
(૮) શ્રુતિશ્રવણ – શ્રુતિનો શિહે વાકય એટલે ઉપનિષદમાં વાકયો. ઉપનિષદોનું શ્રવણ, પઠન, મનન અને તે પ્રમાણે આચરણ કરવું જોઈએ.
આમ આ બીજા શ્ર્લોકમાં સારા વિદ્વાનોનો સંગ કરવો એ વાત કેન્દ્ર સ્થાને છે. વિદ્વાનો પાસે જઈએ એટલે જીવનનો રાહ મળી જાય છે.
—-
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ હે નાથ નારાયણ વાસુદેવ
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ હે નાથ નારાયણ વાસુદેવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -