બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવનાર સતીશ કૌશિકે એક અભિનેતા, દિગ્દર્શક, સંવાદ લેખક, પટકથા લેખક અને નિર્માતા તરીકે દર્શકોના દિલો પર એક અલગ જ છાપ છોડી છે. લગભગ 4 દાયકા સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી, 8 માર્ચ 2023 ના રોજ, અભિનેતાએ અચાનક દુનિયાને અલવિદા કહી દીધું. તેમના મૃત્યુના એક મહિના પછી આજે 13 એપ્રિલના રોજ તેમની પ્રથમ જન્મજયંતિ છે. આજના આ ખાસ દિવસે તેમના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે તેમને ભીની આંખો સાથે યાદ કર્યા છે.
સતીશ કૌશિક ભલે આજે આ દુનિયામાં નથી પરંતુ તેમની યાદો તેમના ચાહકોના દિલમાં આજે પણ તાજી છે. તેમની પ્રથમ જન્મજયંતિ પર, તેમના મિત્ર અનુપમ ખેરે યાદોના પાના ખોલ્યા છે અને દિવંગત અભિનેતાના નામે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિક સાથે જોડાયેલી કેટલીક યાદો હતી.આ વીડિયો શેર કરતી વખતે અનુપમે ખૂબ જ ખાસ કેપ્શન લખ્યું, ‘મારા પ્રિય મિત્ર સતીશ કૌશિક! જન્મદિવસની શુભકામના! આજે, બૈસાખીના દિવસે, તમે 67 વર્ષના થયા હોત, પરંતુ તમારા જીવનના 48 વર્ષ સુધી મને તમારો જન્મદિવસ ઉજવવાનું સૌભાગ્ય મળ્યું.
#HappyBirthdaySatish!
मेरे प्यारे दोस्त सतीश कौशिक! जन्मदिन की हार्दिक शुभकामनाएँ! आज बैसाखी को तुम 67 वर्ष के हो जाते।मगर तुम्हारे जीवन के 48 वर्षों तक मुझे तुम्हारा birthday मनाने का सौभाग्य प्राप्त हुआ।इसलिए मैंने फ़ैसला किया है कि आज शाम को हम तुम्हारा जन्मदिन शानदार तरीक़े… pic.twitter.com/8xxEGj5dcL— Anupam Kher (@AnupamPKher) April 13, 2023
અનુપમ ખેરે આગળ લખ્યું હતું કે, ‘તેથી મેં નક્કી કર્યું છે કે આજે સાંજે અમે તમારો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવાનો પ્રયાસ કરીશું! શશિ અને વંશિકા સાથેની સીટ ખાલી રહેશે. મારા મિત્ર આવ અને અમને ઉજવણી કરતા જો’ અભિનેતાની આ પોસ્ટ પછી ચાહકોની આંખો પણ નમ છે. તેઓ પણ પણ ભીની આંખે દિવંગત અભિનેતાને બર્થ-ડે વિશ કરી રહ્યા છે.