અવારનવાર એક્ટર એક્ટ્રેસ શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સાંભળવા મળતાં હોય છે. હાલમાં જ થોડા દિવસ પહેલા સલમાન ખાન ફિલ્મ ટાઈગર જિંદા હૈ- 3ના સેટ પર ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી સામે આવી હતી એવામાં હવે વધુ એક અભિનેતા શૂટ પર ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ગઈકાલે Vijay69ના શૂટિંગ દરમિયાન બોલિવુડ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરના ખભામાં ગંભીર ઈજા થઈ હતી અને ખુદ અનુપમ ખેરે પેસ્ટ શેર કરીને આ બાબતની માહિતી આપતાં જણાવ્યું હતું કે “તમે સ્પોર્ટ્સ ફિલ્મ કરો છો અને તમને ઈજા ન થાય તે કેમ શક્ય બને ? તેમ જ તેમણે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ કહ્યું હતું કે દુખાવો તો છે.
View this post on Instagram
જો થોડી પણ સખત ઉધરસ આવે છે, તો ખભાને સીધા આંચકા લાગે છે અને ચીસ પડાઈ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ અભિનેતા અનુપમ ખેર હાલમાં તેમની આગામી ફિલ્મ ‘Vijay69’નું શૂટિંગ કરી રહ્યા છે. મળી રહેલા અહેવાલ અનુસાર અભિનેતાને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. અનુપમ ખેરને ખભાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યાર બાદ ખુદ અનુપમ ખેર તે અંગેની પોસ્ટ મુકીને તેમની હેલ્થ અપડેટ આપી હતી.
પોસ્ટ શેર કરતા અનુપમ ખેરે પોસ્ટમાં લખ્યું છે કે ફોટામાં સ્મિત કરવાનો પ્રયાસ અસલી છે! એક-બે દિવસ પછી શૂટિંગ ફરી શરૂ થશે. બાય ધ વે, જ્યારે માતાએ ઘટના વિશે સાંભળ્યું, તો તેમણે કહ્યું હા હજુ દુનિયાને બતાવો તમારી બોડી! લોકોને બોડી બતાવી તો તેની જ નજર લાગી છે! ત્યારે તેના જવાબમાં અનુપમ ખેરે જવાબ આપ્યો કે મા! યુદ્ધના મેદાનમાં પડેલા યોદ્ધા છે, તો થોડી તો તકલીફ પડશે જ ને ! અનુપમ ખેરની આ પોસ્ટ પર ફેન્સ તેમના જલદી સાજા થઈ જવાની પ્રાર્થના અને શુભેચ્છા પાઠવી રહ્યા છે.