Homeદેશ વિદેશકેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો, ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવી તોડફોડ

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો, ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવી તોડફોડ

કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિર પર હુમલો થયો છે. કેનેડાના વિન્ડસરમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. બે હુમલાખોરોએ મંદિરની અંદર તોડફોડ કરી હતી. આ સાથે મંદિરની દિવાલો પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી નારા પણ લખવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બે શંકાસ્પદ લોકો મંદિર પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. કેનેડાની સ્થાનિક પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

hindu tempel canada

મળતી માહિતી મુજબ આ ઘટના આગલા દિવસે એટલે કે 5 એપ્રિલે કેનેડાના ઓન્ટારિયોના વિન્ડસરમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર બની હતી. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં બે શંકાસ્પદ યુવકો મંદિરમાં પ્રવેશતા અને તોડફોડ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં એક તોડફોડ કરનાર શકમંદ ઈમારતની દીવાલ પર કંઈક લખતો જોવા મળે છે, જ્યારે અન્ય એક દૂર ઊભેલો જોવા મળે છે.

ઘટના સમયે, શંકાસ્પદ વ્યક્તિએ કાળું સ્વેટર, ડાબા પગ પર સફેદ રંગનો નાનો લોગો ધરાવતું કાળું પેન્ટ અને કાળા-સફેદ ઊંચા ટોપ રનિંગ શૂઝ પહેરેલા હતા. બીજા શંકાસ્પદ વ્યક્તિએ કાળું પેન્ટ, સ્વેટશર્ટ, કાળા પગરખાં અને સફેદ મોજાં પહેર્યાં હતાં. સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી છે કે શકમંદોએ દિવાલો પર ભારત વિરોધી અને હિંદુ વિરોધી ભાષાનો ઉપયોગ કર્યો છે. કેનેડાની સ્થાનિક પોલીસનું કહેવું છે કે તપાસમાં મળેલા વીડિયોમાં બંને યુવકો રાત્રે લગભગ 12 વાગે મંદિર પર હુમલો કરતા જોવા મળ્યા હતા. હાલ પુરાવા એકત્ર કરીને શકમંદોની શોધખોળ કરવામાં આવી રહી છે. કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડામાં આવી જ એક ઘટના બની હતી. કેનેડાના બ્રામ્પટન પ્રાંતમાં હિન્દુઓના ગૌર શંકર મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આના પર ભારતીય કોન્સ્યુલેટ જનરલે એક નિવેદન જારી કરીને હુમલાની સખત નિંદા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -