રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 10 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોએ યુદ્ધમાં ઘણી ખુવારી સહન કરી છે, પરંતુ તેમ છતાં કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. રશિયાના હુમલામાં યુક્રેનના ચમકતા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. જોકે, આ પછી પણ યુક્રેને તેના શસ્ત્રો હેઠા મૂક્યા નથી. દરમિયાન, સમગ્ર યુરોપમાં યુક્રેનિયન દૂતાવાસોને નિશાન બનાવવામાં આવ્યા છે.
સ્પેન સહિત સમગ્ર યુરોપમાં યુક્રેનિયન દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સમાં પ્રાણીઓની આંખોવાળા ‘લોહિયાળ પેકેજ’ અને લેટર બોમ્બ મોકલવામાં આવી રહ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે લોહિયાળ પેકેજને આતંકનું, ડરાવવાનું અને સુનિયોજિત અભિયાન ગણાવ્યું છે. યુક્રેને આ ઘટના પાછળ રશિયાનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ લોહિયાળ પેકેજોનું વિગતવાર વિશ્લેષણ હવે પ્રયોગશાળાઓમાં હાથ ધરવામાં આવશે, એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી.