મુંબઈઃ ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને બુધવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે આર્થર રોડ જેલમાંથી જામીન પર છોડવામાં આવ્યા હતા, જે લગભગ એક વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા છે.
દેશમુખ પર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેના મારફત 100 કરોડ રુપિયાની વસૂલી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ત્યાર બાદ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી, જે એક વર્ષથી જેલમાં હતા. બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે જ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર રોક લગાવવાની અપીલને ફગાવી નાખી હતી.
બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ એમ. એસ. કર્ણિકે બારમી ડિસેમ્બરે ૭૩ વર્ષના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અનિલ દેશમુખ જામીન આપ્યા હતા, પરંતુ સીબીઆઈએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે સમય માંગ્યો હતો અને કોર્ટે દસ દિવસ સુધી તેના પર રોક લગાવી હતી.
તપાસ એજન્સીએ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અપીલની સુનાવણી કોર્ટમાં શિયાળાની રજા હોવાથી જાન્યુઆરી 2023માં થશે.