Homeદેશ વિદેશ...અને ગેંડાની સામે ભિગ્ગી બિલ્લી બની ગયો જંગલનો રાજા

…અને ગેંડાની સામે ભિગ્ગી બિલ્લી બની ગયો જંગલનો રાજા

સોશિયલ મીડિયાનો જમાનો છે અને રોજે એવા સેંકડો વીડિયો આ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે જે જોઈને આપણને ઘણી વખત સવાલ થઈ જાય કે હેં આવું તે કંઈ હોતું હશે? આજે આપણે અહીં આવા જ એક વીડિયોની વાત કરવાના છીએ. આ વીડિયોમાં ગેંડો જંગલના રાજા સિંહ પર ભારે પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ્સ આપી રહ્યા છે.
બાળપણથી આપણને શિખવવામાં આવ્યું છે કે સિંહ એ જંગલનો રાજા છે. બાળપણની વાર્તાઓ અને ટીવી કાર્ટૂનમાં પણ આપણે એવું જ જોયું છે કે સિંહના ગુસ્સાથી જંગલના દરેક પ્રાણીઓ ડરે છે. પણ વાસ્તવિકતાની વાત કરીએ તો અસલ જીવનમાં જંગલના રાજા પણ કેટલાક પ્રાણીઓથી ડરતા હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો છેલ્લાં થોડાક સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જંગલનો છે. જેમાં જંગલના એક રસ્તા પર સિંહોનું એક જૂથ આરામ કરી રહ્યું છે. સામાન્ય રીતે જંગલના કોઈ પ્રાણીઓને પોતાની આસપાસમાં જોઈને સિંહ તેના પર તૂટી પડતા હોય છે. પણ આ વીડિયોમાં ગંગા ઉલટી વહી હતી અને કંઈક એવું થાય છે જેને કારણે જંગલનો રાજા કહેવાતો સિંહ ગભરાઈ જાય છે. દરમિયાન પાછળથી કેટલાક ગેંડા રસ્તા પરથી પસાર થઈ રહ્યાં છે અને તેમને આવતા જોઈને સિંહ ત્યાંથી ઊભા થઈને રસ્તાના કિનારે જતા રહે છે. સાવ સીધા શબ્દોમાં કહીએ કો સિંહ ગેંડાને રસ્તો આપતા જોવા મળી રહ્યાં છે.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની કમેન્ટ્સ પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર કમેન્ટ આપતાં લખ્યુ છે કે, જોરદાર ભાઈ. બીજા એક સોશિયલ મીડિયા યુઝરે ટિપ્પણી આપતા લખ્યું છે કે, સિંહની હવા ટાઈટ થઈ ગઈ. જ્યારે અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, આને કોણે રાજા બનાવ્યો ? આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -