રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગુરુવારે તેમની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં સગાઇ કરી હતી. ત્યાર બાદ મુંબઈના એન્ટિલિયા નિવાસમાં રિસેપ્શન યોજાયું હતું. જેમાં બોલિવૂડ કલાકારોએ પણ ભાગ લીધો હતો. એન્ટિલિયામાં આયોજિત સેલિબ્રેશનમાં ફેમસ સિંગર મીકા સિંહે જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. પણ શું તમે જાણો છો, આ માટે તેમને કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા? મિકા સિંહે દસ મિનિટ માટે 1.5 કરોડ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે.
મિકા સિંહ બોલિવૂડના પ્રખ્યાત ગાયકોમાંથી એક છે. મિકાના દમદાર અવાજના લાખો ચાહકો છે. મિકા ગાયક તરીકે ઘણી પાર્ટીઓમાં હાજરી આપે છે. મિકાએ ગુરુવારે રાત્રે એન્ટાલિયામાં સેલિબ્રેશનમાં ધૂમ મચાવી હતી. તેમના ગીત અને અભિનયથી કાર્યક્રમના આકર્ષણમાં ઓર વધારો થયો હતો. આ કાર્યક્રમનો મિકા સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિકાએ આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયા લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મીકા સિંહને તેના 10 મિનિટના પરફોર્મન્સ માટે 1.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ સમાચારની ખૂબ ચર્ચા થઈ રહી છે.
રાજસ્થાનમાં સગાઈ કર્યા બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના એન્ટિલિયાના ઘરે આવ્યા હતા. અહીં ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, શાહરૂખ ખાન અને રણબીર કપૂરે પણ હાજરી આપી હતી.
રાધિકા અને અનંત લાંબા સમયથી મિત્રો છે. 28 વર્ષની રાધિકા એક ટ્રેન્ડ ડાન્સર છે. રાધિકાએ શ્રી નિવા આર્ટ્સના ગુરુ ભાવના ઠાકર પાસેથી ભરતનાટ્યમ શીખ્યું છે. રાધિકાનો પરિવાર ગુજરાતના કચ્છનો છે. રાધિકાની નાની બહેનનું નામ અંજલિ મર્ચન્ટ છે. રાધિકાનો જન્મ 18 ડિસેમ્બર 1994ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે મુંબઈની કેથેડ્રલ, જ્હોન કોનન સ્કૂલ અને ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું હતું. રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં બીએ કર્યું છે. 2018માં રાધિકાનો અનંત અંબાણી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારથી તેમના સંબંધોની ચર્ચા થઈ રહી છે.