(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની સાર્વજનિક વિતરણ વ્યવસ્થા અંતર્ગત પાત્ર રેશનિંગકાર્ડ ધારકોને આગામી ગૂડી પડવા, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી જેવા તહેવાર નિમિત્તે ‘આનંદાચા શિધા’નું વિતરણ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ‘આનંદાચા શિધા’નું મરાઠીઓના નવા વર્ષ ગૂડીપડવાથી આગામી એક મહિના સુધી વિતરણ કરવામાં
આવવાનું છે.
રાજ્યની અંત્યોદય અન્ન યોજના, પ્રાધાન્ય કુટુંબ તેમ જ ઔરંગાબાદ અને અમરાવતી વિભાગમાં તમામ જિલ્લા અને નાગપુર વિભાગના વર્ધા જેવા ખેડૂત આત્મહત્યાગ્રસ્ત ૧૪ જિલ્લામાં ગરીબીની રેખા ઉપરના (અબાવ પોવરટી લાઈન) કેશરી ખેડૂત રેશનિંગકાર્ડધારકને ‘આનંદાચા શિધા’ આવવામાં આવવાનું છે. ‘આનંદાચા શિધા’ની વહેંચણીનો કાર્યક્રમ તમામ જિલ્લામાં એક જ સમયે તમામ ઠેકાણે આયોજતિ કરવાના દૃષ્ટિએ નિયોજન કરવાની સૂચના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અન્ન અને નાગરી પુરવઠા વિભાગને આપી છે.
રાજ્યના ખેડૂત આત્મહત્યાગ્રસ્ત જિલ્લાના ગરીબી રેખા ઉપરના કેશરી ખેડૂત રેશનિંગકાર્ડ ધારકોને દરેકને એક -એક કિલો રવો, ચણાદાળ, સાકર અને એક લિટર પામતેલ આપવામાં આવશે. ‘આનંદાચા શિધા’ ગૂડીપડવાના મરાઠી નવ વર્ષથી એક મહિના સુધી ઈ-પાસ સિસ્ટમ મુજબ ૧૦૦ રૂપિયાના દરે આપવાની માન્યતા આપવામાં આવી છે. સરકારે તે માટે લગભગ ૪૭૩.૫૮ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ માટે માન્યતા આપી છે. ઉ