નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંદામાન અને નિકોબારના 21 મોટા ટાપુઓનું નામકરણ કર્યું છે. આજથી આ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના નામથી ઓળખાશે. આ પ્રસંગે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગૃહપ્રધાન અમિત શાહ નેતાજીની જન્મજયંતિ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેવા માટે પોર્ટ બ્લેર પહોંચ્યા છે. નેતાજીની જન્મદિન 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
जिन 21 परमवीर चक्र विजेताओं के नाम पर अंडमान-निकोबार के इन द्वीपों को अब जाना जाएगा, उन्होंने मातृभूमि के कण-कण को अपना सब-कुछ माना था। pic.twitter.com/lrCK2C69qc
— PMO India (@PMOIndia) January 23, 2023
“>
PM મોદીએ ઓનલાઈન ઉદ્ઘાટન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, આ 21 ટાપુઓ હવે પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે. આવનારી પેઢીઓ આ દિવસને આઝાદીના અમૃત મહોત્સવનાના મહત્વના અધ્યાય તરીકે યાદ રાખશે. આ ટાપુઓ આપણી આવનારી પેઢીઓ માટે શાશ્વત પ્રેરણાનું સ્થાન બની રહેશે. આ માટે હું દરેકને અભિનંદન આપું છું.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આંદામાનની આ ધરતી એ ભૂમિ છે જ્યાં પહેલીવાર મુક્ત ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. એ અભૂતપૂર્વ જુસ્સાના અવાજો આજે પણ સેલ્યુલર જેલનામાંથી અપાર વેદના સાથે સંભળાય છે. આઝાદી બાદ નેતાજીને ભૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સ્મારક આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે આંદામાન અને નિકોબાર ટાપુ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતીય સેનાની ત્રણેય પાંખો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે, વડા પ્રધાન મોદીની પહેલથી આપણા 21 પરમવીર ચક્ર ધારક સૈનિકોની સ્મૃતિને આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા ટાપુઓના નામ સાથે જોડીને તેમને અમર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.