અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી
બોક્સ-૧-પુસ્તકવિશે
નામ- કળા એટલે શું
લેખક- ટૉલ્સ્ટૉય, અનુ. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
પ્રકાશક-ગુજરાતી વિદ્યાપીઠ
પ્રકાશન વર્ષ-૧૯૪૫
કુલ પાના- ૨૯૦
કિંમત- સાડા ત્રણ રુપિયા
-લિયો ટૉલ્સ્ટૉયનું નામ ગુજરાતી વાચકો માટે અજાણ્યું નથી. એમાંય ખાસ કે જે ગાંધીજી સંદર્ભનું સાહિત્ય જોતાં, વાંચતા હોય એમન્ો માટે તો એ બિલકુલ ચિરપરિચિત નામ લાગ્ો. વૉટ ઈઝ આર્ટ એવા મૂળ ટૉલ્સ્ટૉય દ્વારા લખાયેલા પુસ્તકનો મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ કરેલો રસાળ અનુવાદ ગુજરાતીમાં કળા એટલે શું, શીર્ષકથી પ્રગટ થયેલો છે. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ગ્ાૂજરાત વિદ્યાપીઠમાં કુલનાયક અન્ો ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે એક જ સમયગાળામાં જવાબદારી નિભાવતા હતા. શિક્ષણક્ષેત્રની બ્ો મહત્ત્વની સંસ્થાઓની ચાવીરૂપ જવાબદારીમાં કોઈ એક જ વ્યક્તિ રહૃાા હોવાનો કદાચ આ એક અન્ો માત્ર એક જ દાખલો હશે, કદાચ. આ જ મગનભાઈએ ગાંધીજીએ ગુજરાતી જોડણીના સંદર્ભે ‘હવે કોઈન્ો સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી, એવું લખીન્ો પ્રખ્યાત કર્યો એ ‘સાર્થ જોડણીકોશ’નું ભગીરથ સંપાદન કાર્ય કરેલું.
પ્રકાશક નિવેદનમાં નોંધે છે એમ, રેવાભાઈ પટેલ સ્મારક ગ્રંથમાળાના પહેલા પુષ્પ તરીકે શ્રી યોગવસિષ્ઠના પ્રકાશન પછી એ શ્રેણીનું આ બીજું પુષ્પ છે. આ ગ્રંથમાળાનો ઉદ્દેશ પ્રચલિત અર્થમાં ધાર્મિક ગણાતા ગ્રંથો જ નહીં પણ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ધર્મદૃષ્ટિન્ો પોષે અને વધારે એ રીતના ઉપયોગી ગ્રંથોનું પ્રકાશન કરવાના હોવાથી કલા વિચારનો આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
કળા વિશેનું આ પુસ્તક ૨૯૦ પાનાના ફલક પર વિસ્તરેલું છે. એમાં કુલ ૨૦ પ્રકરણો સાથે પ્રકરણોનું વિગતવાર સાંકળિયું અને પરિચય સ્ાૂચિ તથા સ્ાૂચિ પણ સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત મૂળ લેખક સહિત ધી ક્વેઈલ, બ્ો બાળકો અન્ો માતા, વિજયકૂચ અન્ો કીફના દેવળનું એક એમ કુલ મળીન્ો પાંચ ચિત્રો પણ છે.
આમ તો પુસ્તકના હાર્દન્ો રજૂ કરતો પાંચેક પાનાનો ગાંધીજીના લખાણોમાંથી સંકલિત એક લેખ જીવન અન્ો કળા વિષયે મૂકવામાં આવ્યોે છે, એ પુસ્તકની એક મોંઘેરી જણસ છે. પરંતુ પુસ્તકના ઊઘડતા પાન્ો ગાંધીજીનું એક ઉદ્વરણ ટાંકવામાં આવ્યું છે, વાંચો. જીવન સૌ કળાથી અદકું છે. હું તો માનું છું કે, જેણે ઉત્તમ જીવી જાણ્યું ત્ો જ ખરો કલાકાર…કળાની કિંમત જીવનન્ો ઉન્નત બનાવવામાં રહેલી છે…કળા જીવનની દાસી છે અને ત્ોની સ્ોવા કરવાનું જ ત્ોનું કાર્ય છે.
અનુવાદક ઉપોદ્ઘાતમાં નોંધે છે એમ, આલ્મીર મૉડે ટૉલ્સ્ટૉયના કલાવિષયક લેખોનો સંગ્રહ, જે ટૉલ્સ્ટૉય ઑન આર્ટ શીર્ષકથી ૧૯૨૪માં અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલો, એનો એક મુખ્ય લેખ એ આ નિબંધનું ગુજરાતી કરવાનો એક સંકલ્પ હતો. આખરે ૧૯૪૨-૪૪ના જેલવાસ દરમિયાન એ પ્ાૂર્ણ થયો. કલા ઉપરનો લેખકનો આ નિબંધ ત્ોના થોડાક આર્ષ ગણાતા ગ્રંથોમાંનો એક છે. આ લખવામાં એમણે પોતાની સમજસ્ાૂઝ સાથે સમગ્ર શક્તિ અન્ો ૧૫ વર્ષનો સમય પણ ખર્ચી નાખ્યો હતો. મૂળ પુસ્તકમાં આ નિબંધ સળંગ છે, પરંતુ અનુવાદકે સુગમતા માટે પ્રકરણનું નામકરણ અન્ો એની વિગત વિશેનું એક સાંકળિયું પણ ઉમેર્યું છે.
કળા વિશે લેખક કહે છે કે, માણસ બ્ો વસ્તુનો વિનિમય સાધે છે. તર્ક કે બુદ્ધિથી ત્ોન્ો આવતા વિચારનો અન્ો મનમાં સ્ફૂરતી લાગણીનો. એ માટે બ્ો સાધનોન્ો ખપમાં લે છે. વિચાર વિનિમય માટે ભાષા અન્ો ભાવના કે લાગણીના વિનિમય માટે કલા. શરીરનાં હૃદય અન્ો ફેફસાંની જેમ કલા અન્ો વિજ્ઞાન એકબીજા સાથે નિકટથી જોડાયેલાં છે. કલાનો હેતુ સૌંદર્ય છે અન્ો સૌંદર્યની પરખ એ છે કે, ત્ો મજા કે આનંદ આપ્ો છે. જીવન અન્ો કલા લેખમાં ગાંધીજી પોતાના જીવન પર અસર કરનારા ત્રણ મહાપુરુષો રાજચંદ્ર કવિ, ટૉલ્સ્ટૉય અન્ો રસ્કિનન્ો ગણાવે છે. પછી ગાંધીજીના શબ્દોમાં ટૉલ્સ્ટૉયનો સંક્ષિપ્ત પરિચય છે. ગાંધીજી કહે છે કે, સાચી કલાકૃતિ તો સૌન્ો રસ આપ્ો. કલાનો ઊગમ પ્રકૃતિ છે.
પુસ્તક્ધો અંત્ો પરિચય સ્ાૂચિમાં પુસ્તકના પાન્ોપાન્ો જેમનો ઉલ્લેખ આવ્યો છે એવા વિશ્ર્વભરના કલાકારોના જીવન અન્ો કવનનો ટૂંકો પરિચય આપવામાં આવ્યો છે. એ રીત્ો આ ૧૬ પાનાની યાદી પુસ્તકના વિષય સહિત એ વ્યક્તિ, એમના જીવન, કાર્ય અન્ો એ સ્થળકાળ વિશે પણ ઘણી અવનવી માહિતી પ્ાૂરી પાડે છે. સમગ્ર રીત્ો જોઈએ તો લિયો ટોલ્સ્ટૉય જેવા વિચારપુરુષે પોતાના જીવનના દોઢેક દાયકા જેટલો સમય પોતાના સૌથી મનપસંદ વિષય એવા કલા વિશેના વિચારોનું મનોમંથન અન્ો ચિંતન કરી, એના પરિપાકરૂપ્ો આ નિબંધગ્રંથ આપ્યો છે એ ખરેખર આજના કલાકારો માટે પણ એક રેડીરેકનરની ગરજ સારે એમ છે.