મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકારને મુંબઈથી બર્મિંગહામની વચ્ચે હવાઈ સેવા ચાલુ કરવાની ભલામણ કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું.
વેર્સ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે બુધવારે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા બંગાલોની મુલાકાત લીધી હતી. અહીંની બેઠકમાં બંને રાજ્યોની વચ્ચે રોકાણ અને સહકાર માટે એમઓયુ (મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ)માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, એવું મુખ્ય પ્રધાનની ઓફિસ વતી જણાવવામાં આવ્યું હતું.
જગુઆર, કેડબરી અને જેસીબી જેવી કંપની ધરાવનાર વેસ્ટ મિડલેન્ડની કંપનીઓને મહારાષ્ટ્રમાં રોકાણ કરવાની તક ઝડપવાનો શિંદેએ અનુરોધ કર્યો હતો. રોજગારી અને તકો વધારવા માટે રોકાણ માટે બંને રાજ્યોની વચ્ચે સહકાર વિસ્તરણ પર કામકાજ કરવા મેયરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વેસ્ટ મિડલેન્ડ ઈલેક્ટ્રિક વ્હિકલનું હબ છે અને મહારાષ્ટ્રમાં રોકાણ માટેની પુષ્કળ તકો છે. અલબત્ત, મુંબઈથી ડાયરેક્ટ બર્મિંગહમની વચ્ચે હવાઈ સેવા ચાલુ કરવામાં આવે તો પ્રવાસન માટે અવકાશ રહેલો છે, એમ મેયરે જણાવ્યું હતું.
દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જાણીતા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીને મળ્યા હતા. એકનાથ શિંદે અને શિંદેની વચ્ચે લગભગ ૪૫ મિનિટ વચ્ચે મીટિંગ ચાલી હતી, એમ મુખ્ય પ્રધાનની ઓફિસે જણાવ્યું હતું.