Homeઆમચી મુંબઈમાથેરાન મિની ટ્રેનનો સલૂન કોચ FAIL? બે અઠવાડિયામાં એક પણ બુકિંગ નહી...

માથેરાન મિની ટ્રેનનો સલૂન કોચ FAIL? બે અઠવાડિયામાં એક પણ બુકિંગ નહી…

પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર એવા નેરળ-માથેરાનની મિની ટ્રેનમાં એક એસી સલૂન કોચ મોટા પાયે પ્રચાર કરી જોડવામાં આવ્યો છે. માત્ર આ કોચ પ્રવાસીઓની પ્રતિક્ષામાં હજી યાર્ડમાં જ ઊભો છે. છેલ્લા બે અઠવાડિયામાં આ કોચ માટે એક પણ બુકિંગ આવી નથી. પરીક્ષાઓ પૂરી થયા બાદ કદાચ પરિસ્થિતિ બદલશે એવી મધ્ય રેલવેને આશા છે.
માથેરાનની રાણીના નામે પ્રખ્યાત મિની ટ્રેન એ મુસાફરોનું મુખ્ય આકર્ષણ છે. આ ટ્રેન સાથે બે અઠવાડિયા પહેલાં એક વિશેષ એસી સલૂન કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આલિશાન એવા આ સલૂન કોચની ખૂબ પ્રશંસા પણ થઇ હતી. જોકે, તેને મુસાફરોનો યોગ્ય પ્રતિસાદ ન મળતા આ કોચ હાલમાં માત્ર યાર્ડની શોભા વધારી રહ્યો છે. મોંઘી ટિકીટ તથા ઓન લાઇન બુકિંગની સુવિધા ન હોવાને કારણે લોકોએ આ કોચમાં બહુ રસ ન બતાવ્યો હોય તેવું અધિકારીઓનું માનવું છે.
સલૂન કોચમાંથી ટ્રાવેલ કરનારા 8 મુસાફરો પાસેથી કુલ 32,088 રુપિયા લેવામાં આવશે. એટલે એક મુસાફર પાસેથી લગભગ 4 હજાર રુપિયા લેવાશે. તેમજ દર કલાકના દોઢ હજાર રુપિયાની સુવિધા પણ છે. શનિવાર અને રવિવારે આ જ દર અનુક્રમે 44,608અને 1800 રાખવામાં આવ્યા છે. નેરળથી માથેરાન રીટર્ન મુસાફરી તેમજ નાઇટ સ્ટે માટે આ કોચ બુકીંગ મારફતે ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -