ખૂબ જ જાણીતી અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી આર.એસ. સોઢીને હટાવાયા છે અને તેમની જગ્યાએ જયેન મહેતાને હાલ પૂરતું સંચાલન સોંપવામાં આવ્યું છે. સોઢીએ રાજીનામું આપ્યું કે હાટવાયા તે મામલે ઘણી અટકળો વહેતી થઈ હતી.
જોકે સોઢી ૨૦૧૦થી આ પદ પર હતા અને છેલ્લા બે વષર્થી એક્સટેન્શન પર હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા પોતે રાજીનામું આપ્યાનું જણાવ્યું હતું. આ સાથે જણાવ્યું હતું તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે એટલે કે, જૂન 2010માં અમૂલનું ટર્ન ઓવર 8000 કરોડ હતું. જે હાલ વધીને 61000 હજાર કરોડ થઈ ગયું છે.
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વાઈસ ચેરમેને એક પત્ર લખી ચેરમેન આર.એસ. સોઢીને આ અંગે જાણ કરી હતી. પત્રમાં જણાવ્યા મુજબ અમૂલ ડેરીની ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. આર.એસ. સોઢીને ફેડરેશનનની મેનેજીંગ ડિરેક્ટર તરીકેની સેવા તાત્કાલીક અસરથી સમાપ્ત કરવાનું ઠરાવેલ હોવાનું જણાવ્યું હતું. આ સાથે નવા એમડીની નિમણૂક થોડા સમયમાં કરવામાં આવશે, તેમ સૂત્રોએ માહિતી આપી હતી.