(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોંઘવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના એક લિટરમાં રૂ. બેનો ભાવ વધારો ઝીંક્યો હતો. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો ૧લી એપ્રીલથી લાગૂ થશે. બીજી તરફ દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં રૂ. ૨૦ નો વધારો કર્યો છે. પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે ૭૭૦ના બદલે ૭૯૦ રૂપિયા મળશે. ડેરીના નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને ફાયદો થશે. અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હવે દૂધના પ્રતિ કિલો ફેટે હવે ૮૦૦ને બદલે ૮૨૦ રૂપિયા ચૂકવાશે. નવો ભાવ વધારો આજથી અમલી કરવામાં આવ્યો છે.