લાલ બસના નામે ઓળખાતી અમદાવાદની એએમટીએસની બસે દસ વર્ષમાં 171 જણના જીવ લીધા છે. શહેરની લાઈફલાઈન ગણાતી આ બસ યમરાજ થઈને રસ્તાઓ પર ફરી વળી હોય તેમ જણાઈ રહ્યું છે. આ બસમાંથી અડધી ફેરીઓ તો ખાનગી ઓપરેટરને આપી દીધી છે અને તેમણે સરકારી ઓપરેટર કરતા વધારે અકસ્માતો કર્યા છે. નિયંત્રણ વિનાનું ડ્રાઈવિંગ આના માટે જવાબદાર માનવામાં આવે છે. આ સાથે લાલબસના ડ્રાઈવર માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં અહીં કોઈ ટ્રેનિંગ ન આપવામાં આવતી હોય તેમ જાણવા મળ્યું છે.
એએમટીએસની પોતાની બસોના છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તે જ રીતે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચલાન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે.
એએમટીએસની પોતાની બસોના છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તે જ રીતે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચલાન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. ત્યારે અકસ્માત ન સર્જાય અને બસ યોગ્ય રીતે ચલાવાય એ માટે વર્ષ 2017 માં પોતાના જમાલપૂર ટ્રાન્સપોર્ટ હાઉસની સામે જ એક ટ્રેનિંગ સેન્ટર ઉભું કરાયુ છે, પણ તેમાં જરૂરી ટ્રેનિંગ અપાતી હોય તેમ જણાતું નથી. એએમટીએસના અધિકારીઓ તાજેતરમાં જ વિદેશની ટૂર કરીને આવ્યા છે, પરંતુ સ્થાનિક સમસ્યાઓના ઉકેલ સ્થાનિક સ્તરે જ ઉકેલવાના હોય છે.
નોંધનીય છે કે એએમટીએસમાં પ્રતિદિન પાંચથી છ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. એએમટીએસ દ્વારા ખાનગી ઓપરેટરોનો મસમોટી રકમ ચુકવામાં આવે છે. તેમ છતા ખાનગી ઓપરેટર વધુ પૈસા કમાવાની લાલચમાં આખરે બસ યોગ્ય સમયે મેઈનટેન કરતા નથી, તેવી ફરિયાદો પણ થતી રહે છે. આ સાથે તેમની સેવા બાબતે પણ લોકોને ઘણી ફરિયાદો છે. ગરીબ અને સામાન્ય વર્ગ લાલબસ પર જ નિર્ભર હોય છે ત્યારે સરકારે જાહેર પરિવહનને સુવિધાજનક અને સલામત બનાવવું જોઈએ.