અલગ ખાલિસ્તાનની માગણી સાથે પંજાબમાં હિંસા ભડકી છે ત્યારે સમર્થક અમૃતપાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે શાહે ખાલિસ્તાન આંદોલનને આગળ નહીં વધવા દેવામાં આવે, તેમ કહ્યું છે. અગાઉ ઈન્દિરા ગાંધીએ પણ આમ કર્યું હતું. તમે પણ આમ કરશો તો તેની કિંમત ચૂકવવી પડશે. વારિસ પંજાબ દે નામના સંગઠનના સમથર્કોએ ગુરુવારે ભારે તોફાન મતચાવ્યું હતું. સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના એક સાથી લવપ્રીત તુફાનની ધરપકડ કર્યા બાદ અજનાલા પોલીસ સ્ટેશન બાદ તેમના સમર્થકોએ ભારે બબાલ મચાવી. દરમિયાન છ પોલીસકર્મીઓ પણ ઘાવાયા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તે બાદ અમૃતપાલે કહ્યું કે શાહે આંદોલન આગળ નહીં વધવા દઈએ તેમ કહ્યું છે. અગાઉ ઈન્દિરા ગાંધી (ભૂતપૂર્વ વડાં પ્રધાન)એ પણ આમ જ કર્યું હતું અને તેની કિંમત તેમણે ચૂકવવી પડી. શાહે પણ કિંમત ચૂકવવી પડશે. જો હિન્દુ રાષ્ટ્રની માગણી કરવામાં આવતી હોય તો અલગ ખાલિસ્તાનની માગણી કરવામાં શું ખોટું છે. તેમણે એમ પણ કહ્યું કે અમને કોઈ રોકી શકશે નહીં, પછી તે વડા પ્રધાન મોદી હોય, શાહ કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન.
ગાંધીની હત્યા કથિત ખાલિસ્તાન સમર્થકોએ કરી હોવાનું માનવામાં આવે છે. દરમિયાન મળતી માહિતી અનુસાર પંજાબ પોલીસ તુફાનને છોડી મૂકવા તૈયાર થઈ છે અને અમૃતપાલના સમથર્કો પર થયેલી એફઆઈઆર અંગે એસઆઈટી દ્વારા તપાસ કરવાની ખાતરી પોલીસે આપી હતી.