ખાલિસ્તાન તરફી અલગતાવાદી આગેવાન અમૃતપત સિંહની પત્ની કિરણદીપ કૌરની અમૃતસર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કિરણદીપ કૌર અમૃતસર એરપોર્ટથી લંડન ભાગવાના પ્રયાસમાં હતી. પંજાબ પોલીસની ટીમ એરપોર્ટ પર જ કિરણદીપ કૌરની પૂછપરછ કરી રહી છે. અમૃતપાલની પત્ની કિરણદીપને પણ ભાગેડુ જાહેર કરવામાં આવી હતી.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કિરણદીપ કૌર અમૃતસર એરપોર્ટથી બર્મિંગહામ ભાગી જવાનો પ્રયાસ કરી રહી હતી. કિરણદીપ કૌરની ફ્લાઈટનો સમય 1.30 હતી. તે 11.30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી હતી. ગુપ્ત માહિતીના આધારે પંજાબ પોલીસ પહેલથી જ એરપોર્ટ પર હાજર થઇ ગઈ હતી. હાલ પોલીસે તેની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી છે. કિરણદીપ કૌર પર ખાલિસ્તાની સમર્થકોને ફંડિંગ કરવાનો આરોપ છે.
કિરણદીપ કૌર NRI છે. 28 વર્ષીય કિરણદીપ અને અમૃતપાલના લગ્ન 10 ફેબ્રુઆરીએ થયા હતા. પોલીસ અમૃતપાલની પત્નીને તેના ભાગેડુ પતિના ઠેકાણા અને તેના કામ વિશે પણ પૂછપરછ કરી રહી છે. કિરણદીપ કૌર અલગતાવાદી સંગઠન બબ્બર ખાલસાના સંપર્કમાં હતી. 2020માં યુકેમાં પોલીસ રડાર આવી હતી.