નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફરવા જનારા ભારતીયો માટે ભારત દેશના વિવિધ શહેર અચૂક ફરી લેવા જેવા છે. એટલે ભારતના શિલ્પ, સ્થાપત્ય અને મહેલો એ અલભ્ય ખજાનાથી પણ વિશેષ છે. આગ્રાનો તાજમહલ હોય કે આપણા રાષ્ટ્રપતિ ભવન કેમ જ ના હોય? જો સમય મળે તો જોવાની તક ગુમાવવી નહીં અને એના માટે સરકારે રાષ્ટ્રપતિ ભવન જોવા માટે વિશેષ જોગવાઈ કરી છે તો રાહ જોતા નહિ અને તક ઝડપી લેજો. એટલે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવાની સુવર્ણ તક છે. સરકાર દ્વારા એક મોટી જાહેરાત જણાવવામાં આવી છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રપતિ ભવન પહેલી જૂનથી અઠવાડિયામાં છ દિવસ લોકો માટે ખુલ્લું રહેશે.
ટૂર મંગળવારથી રવિવાર સુધી ઉપલબ્ધ રહેશે
આ સાથે, રાષ્ટ્રપતિ ભવનનો પ્રવાસ મંગળવારથી રવિવાર સુધી (રાજપત્રિત રજાઓ સિવાય) સાત સમયના સ્લોટમાં સવારે ૯.૩૦ થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. રાષ્ટ્રપતિ ભવન, મ્યુઝિયમ, કોમ્પ્લેક્સ મંગળવારથી રવિવાર (રાજપત્રિત રજાઓ સિવાય) મુલાકાતીઓ માટે પણ ખુલ્લું છે, અખબારી યાદીમાં જણાવાયું છે. લોકો દર શનિવારે સવારે ૮.૦૦ થી સવારે ૯:૦૦ વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહના સાક્ષી બની શકે છે. જો તે ગેઝેટેડ રજા હોય અથવા રાષ્ટ્રપતિ ભવન દ્વારા સૂચિત કરવામાં આવે તો શનિવારે સમારોહ યોજાશે નહીં. મુલાકાતીઓ તેમના સ્લોટ ઓનલાઈન પણ બુક કરાવી શકે છે .