Homeટોપ ન્યૂઝએક ખૂબ જ નજીકનો મિત્ર છોડી જવાથી બિગ બી થચા દુઃખી, ફોટો...

એક ખૂબ જ નજીકનો મિત્ર છોડી જવાથી બિગ બી થચા દુઃખી, ફોટો શેર કર્યો

કોણે કહ્યું કે લોકો અને પ્રાણીઓ વચ્ચે પ્રેમાળ સંબંધ હોઈ શકે નહીં? પ્રાણીઓ અને લોકો વચ્ચેના આ અતૂટ જોડાણને થોડા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. બોલીવૂડના જાણીતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પ્રિય પાલતુ કૂતરાના નિધનના સમાચાર આપ્યા છે. તેમની ઉંમરના આ તબક્કે તેમનો ખૂબ જ નજીકનો સાથી તેમનો પાળતું શ્વાન આ દુનિયાને કાયમ માટે છોડી ગયો છે, જેનું તેમને ઘણું દુઃખ છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિનેતાએ પોતાના કૂતરા સાથેની પોતાની એક તસવીર શેર કરીને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.


અભિનેતાએ શેર કરેલી તસવીરમાં બિગ બી તેમના નાના મિત્રને ઉચકીને ઊભેલા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા અમિતાભે લખ્યું, “અમારો એક નાનો મિત્ર; કામની ક્ષણો. પછી તેઓ મોટા થાય છે. અને એક દિવસ તેઓ જતા રહે છે.”
બોલીવૂડના બાદશાહને દુઃખી જોઈને તેના ચાહકો પણ ભાવુક થઈ ગયા છે. તેઓ તેમની પોસ્ટ પર ટિપ્પણી કરીને અભિનેતાને સાંત્વના આપી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, પ્રેમની જેમ પાળતુ પ્રાણી પણ ખૂબ કિંમતી છે. અન્ય એક ચાહકે લખ્યું, “અને તેઓ જે પ્રેમ આપે છે તે પ્રેમ સૌથી શુદ્ધ નિસ્વાર્થછે.”

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -