અમિતાભ બચ્ચન જેટલાં બોલીવુડમાં સક્રીય છે એટલાં જ તેઓ સોશિયલ મીડિયા પર પણ સક્રીય છે. આડે દિવસે Big b સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ફેન્સને સંબોધતા હોય છે. જોકે હાલામં જ Big b દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેમણે મંગળવારે રાત્રે આકાશનો એક સુંદર વિડીયો કેમેરામાં કંડાર્યો છે. એક સાથે પાંચ ગ્રહો એક લાઇનમાં એવો વિડીયો Big b પોસ્ટ કરતાં લાખો લાઇક અને કમેન્ટ આવવા લાગી છે. માત્ર ફેન્સ નહીં પણ સેલીબ્રિટી પણ અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યાં છે.
આ વિડીયોમાં મર્ક્યુરી, વિનસ, માર્સ, જ્યુપિટર અને યુરેનસ એક સાથે ખૂબ જ સુંદર રીતે એક લાઇનમાં દેખાઇ રહ્યાં છે. આ વિડીય શેર કરતા Big b એ લખ્યું કે, ‘શું સુંદર દ્રશ્ય છે. પાંચ ગ્રહો એક સાથે એક લાઇનમાં… સુંદર અને અવિસ્મરણીય. કદાચ તમે પણ આ નજારો જોયો હશે.’ આ વિડીયો પોસ્ટ કરતાની સાથે જ લાખો વ્યુઝ અને લાઇક આવ્યા હતા. Big b ના ફેન્સ સાથે બોલીવુડ સેલીબ્રિટીએ પણ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.
View this post on Instagram
શિલ્પા શેટ્ટીએ લખ્યું, ‘વાવ.’, સંયજ દત્તના પત્નિ માન્યતાએ લખ્યું, ‘એમેઝીંગ’, સિદ્ધાંત કપુરે કમેન્ટ કરતા લખ્યું કે, ‘અમેઝીંગ, આ ખૂબ સુંદર નજારો છે. મેં પણ આવું જ કંઇક થોડા સમય પહેલાં પોસ્ટ કર્યુ હતું.’ ઘણાં નેટ યુઝર્સે આ વિડીયો નીચે ફની કમેન્ટ કરી હતી. ‘samsung S ૨૩ અલ્ટ્રાની #એડતો નથી કરી રહ્યાં ને સર?’, કોઇએ લખ્યું કે, ‘ભાઇ પાસે NASA નો પાવર છે.’, ત્રીજાએ લખ્યું કે, ‘બચ્ચન સાહેબના હાથ સાચે જ લાંબા છે.’, જ્યારે કોઇએ કમેન્ટ કરી કે, ‘સર ઝૂમ કર્યું કે તમારા હાથ ત્યાં સુધી પહોંચી ગયા?’, કોઇએ લખ્યું કે, ‘સર ફોનનું નામ લખી દો અહીં બધા કમેન્ટ સેક્શનમાં એ જ શોધી રહ્યાં છે.’, તો એક જણે લખ્યું કે ,‘લાગે છે કેમેરો રજનીકાંતનો હતો.’ અત્રે ઉલ્લેખનિય છે કે Big b હાલમાં તેમની ઇજામાંથી રિકવર થઇ રહ્યાં છે. પ્રોજેક્ટ Kની શુટિંગ દરમિયાન તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. અને હાલમાં રિકવરી સ્ટેજ પર છે.