મુંબઈઃ બોલીવૂડના સુપરસ્ટાર બિગ બી અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માની સામે મુંબઈની ટ્રાફિક પોલીસ એક્શન લેવા જઈ રહી છે, જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘંન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર યૂઝર દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા હતી, જેમાં બંને જણ અલગ અલગ બાઈક પર હેલ્મેટ વિના જોવા મળ્યા હતા. બંને સ્ટારના ફોટોગ્રાફ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેની ટ્રાફિક વિભાગને ફરિયાદ કરી હતી, ત્યાર બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે. જો તેમની સામે કાર્યવાહી હાથ ધરાય તો પાંચસો રુપિયાનો દંડ થઈ શકે છે.
આ મુદ્દે અમિતાભ બચ્ચનને ફિલ્મના સેટ પર ઝડપથી પહોંચવાનું હોવાથી એક અજાણી વ્યક્તિની લિફટ લીધી હતી, જ્યારે બીજા કિસ્સામાં અનુષ્કા શર્મા પણ પોતાના બોડીગાર્ડની સાથે વિના હેલ્મેટ પર બાઈક પર નીકળી હતી. આ બંને કિસ્સામાં એક બાબત સમાન હતી, જેમાં બંનેએ હેલ્મેટ પહેર્યા નહોતા. આ મુદ્દે ફરિયાદ મળ્યા પછી અનુષ્કા શર્મા અને બિગ બી સામે મુંબઈ પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી યૂઝરે મુંબઈ પોલીસને ટવિટ કરીને સવાલ કર્યા હતા અને અમુક યૂઝરે પૂછ્યું હતું કે શું તમે તેમની સામે કોઈ કાર્યવાહી હાથ ધરી છે. આ ફોટોગ્રાફ અમુક યૂઝરે ટ્રાફિક વિભાગને પણ મોકલ્યા હતા.
ટ્રાફિક વિભાગ દ્વારા ટૂ વ્હિલર પર જો તેની પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું ન હોય તો 500 રુપિયાનો દંડ કરવામાં આવશે, જ્યારે ત્રણ મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ કરી શકાય છે. અમિતાભ બચ્ચન અને અનુષ્કા એક પ્રોજેક્ટમાં જોવા મળશે, જ્યારે તેમની સાથે અનુપમ ખેર, બોમન ઈરાની, ડેની, પરિણીતિ ચોપરા, સારિકા અને નીના ગુપ્તા જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન નાગ અશ્વિને કર્યું છે, જ્યારે તેના સિવાય ટાઈગર શ્રોફની સાથે રિભુ દાસગુપ્તાની આગામી કોર્ટરુમ ડ્રામા ફિલ્મ સેક્શન 84 અને ગણપતનો પણ એક ભાગ છે.