(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જો કે અમિત શાહ તેમના પ્રવાસ દરમિયાન વિવિધ લોકાર્પણ સહિત તેમના સંસદીય મત વિસ્તારમાં ધારાસભ્ય સહિત અધિકારી સાથે બેઠક કરશે. મહત્ત્વનું છે કે અમિત શાહ પોતાના પ્રવાસના અતિમ દિવસે એટલે રવિવારે સાંજે પાંચ વાગ્યે તેઓ કેન્દ્રીય વિશ્ર્વ વિદ્યાલયના ચાર દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે, આ દિક્ષાંત સમારોહમાં પીએચ ડી અને એમફિલના ૫૪ વિદ્યાર્થીઓ ડીગ્રી એનાયત કરવામાં આવશે. તેઓ ઉપરાંત જૂનાગઠમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શરૂ થયેલી ૪૯મી ડેરી ઈન્ડસ્ટ્રિઝ કોન્ફરન્સમાં હાજરી આપશે. તેઓ શનિવારે સર્કિટ હાઉસમાં બેઠક પણ યોજશે. જેમાં ગાંધીનગરના વિકાસના કામો અંગે ચર્ચા કરાશે. તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ભોજન અભિયાનનો પ્રારંભ કરાવશે. ઉપરાંત તેઓ નારદીપુર અને વાસણ ગામમાં તળાવનું લોકાર્પણ કરાવશે. આ ઉપરાંત તેઓ શનિવારે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. રવિવારે અમિત શાહ જુનાગઢના પ્રવાસે છે. અહીં માર્કેટિંગ યાર્ડમાં યોજાનાર કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. અહીં તેઓ એપીએમસીમાં કિસાન ભવન, નવા શેડ, ખેડૂત કેન્ટિન અને આરામગૃહનું લોકાર્પણ કરશે. શક્કરબગામાં ઓર્ગેનિક મોલનું ભૂમિપૂજન કરશે.ઉ