ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને કેન્દ્ર સરકાર અને જેતે રાજ્યની સરકારો સતર્ક થઇ રહી રહી છે. કેન્દ્ર સરકારે લોકોને વેક્સીનનો બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી છે. એવામાં આજે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કટોકટીના સમયમાં ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા નેઝલ વેક્સીનને મંજુરી આપવામાં આવી છે. આ વેક્સીનને બૂસ્ટર ડોઝ તરીકે લઇ શકાય છે. મળતી માહિતી મુજબ નેઝલ વેક્સીન પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે.
Govt of India approves Nasal vaccine. It will be used as a heterologous booster & will be available first in private hospitals. It will be included in #COVID19 vaccination program from today: Official Sources pic.twitter.com/eaxVoX2Hp9
— ANI (@ANI) December 23, 2022
“>
ભારત બાયોટેક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, નાકથી લેવાતી આ વેક્સીન અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી અન્ય રસીઓથી તદ્દન અલગ અને અસરકારક છે.
કેટલીક ખાસિયતો આ વેક્સીનને ખૂબ જ ખાસ બનાવે છે:
- આ રસી નાક દ્વારા આપવામાં આવતી હોવાથી, તે નાકની અંદર રોગપ્રતિકારક પ્રણાલી બનાવે છે જે વાયરસ પ્રવેશતાની સાથે જ તેને નિષ્ક્રિય કરી દેશે.
- અત્યાર સુધી આપવામાં આવતી રસીઓથી વિપરીત તેના માટે સોયની જરૂર પડશે નહીં.
- સોય સંબંધિત જોખમો તાળી શકાય છે જેમ કે ચેપ, અથવા રસીકરણ પછીની પીડા.
- તે વાપરવામાં પણ સરળ છે, તેનો ઉપયોગ ઘરે પણ કરી શકાય છે. તેના માટે તાલીમ પામેલ આરોગ્ય કાર્યકરોની પણ જરૂર નથી.
- બાળકો અને વૃદ્ધ લોકો માટે આદર્શ છે.
- સૌથી મહત્વની વાત એ છે કે તે વાયરસને શરીરમાં પ્રવેશતા પહેલા જ મારી નાખવાની ક્ષમતા ધરાવે છે, તેથી શરીરના અંગોને થતી સમસ્યાઓનું જોખમ રહેશે નહીં.