ચીન એક તરફ સરહદ વિવાદના સમાધાનની વાત કરે છે તો બીજી તરફ પોતાની સૈન્યની તાકાત વધારવા માટે ખાસ પ્રકારના હથિયારની ખરીદી રહ્યું છે. ચીન જે હથિયારોને ખરીદી રહ્યું છે, તે એવા જ પ્રકારના હથિયાર છે જેનો ઉપયોગ ચીને 2020માં ગલવાન વેલીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી લોહિયાળ અથડામણ વખતે કર્યો હતો. મળી રહેલી જાણકારી મુજબ, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કોલ્ડ વેપન્સ શ્રેણીના આ કમ્બાઈન્ડ મેસેજ હથિયાર ખરીદ્યા છે, આ જ હથિયારનો ઉપયોગ 2020માં ગલવાન અથડાણ સમયે કર્યો હતો. આ અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા તો ચીનના પણ અનેક જવાનો માર્યા ગયા હતા. આ લોહિયાળ અથડામણ બાદ ચીન અને ભારત વચ્ચે સૈન્ય સંઘર્ષ વધ્યો છે અને સમાધાન માટે અનેક તબક્કાની વાતચીત પણ થઈ છે. કમ્બાઈન્ડ મેસેજ એવા હથિયાર છે જેના ઉપરની બાજુ ધારદાર હથિયાર લગાવીને હુમલો કરવામાં આવે છે.
નિષ્ણાતો દ્વારા એવી આશંકા વ્યકત કરી રહ્યા છે કે ચીન આ હથિયારનો ઉપયોગ LAC પર ભારતીય સૈનિકો વિરૂદ્ધ કરી શકે છે. ચીનના વિદેશ પ્રધાન કિન ગાંગે આ મહિનાની શરૂઆતમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન દ્વિપક્ષીય સંબંધ સુધારવા માટે વિવાદનો યોગ્ય રીતે નિકાલ લાવવો જરૂરી છે અને સરહદ પર સ્થિતિ સામાન્ય કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. સાર્વજનિક મંચ પર ભારતની સાથે સંબંધ સુધારવાની વાત કરનાર ચીને આ વર્ષે જાન્યુઆરીમાં પોતાની સેના માટે આ હથિયાર ખરીદવાનું ટેન્ડર બહાર પાડ્યું હતું અને તેના એક મહિના પછી આ હથિયારો ખરીદ્યા હતા. ચીની સેનાએ બે બાજુ ધારદાર હોય તેવા હથિયાર ખરીદ્યા છે, જેમાં ધારદાર ખીલ્લા લાગેલા છે. જેમાંથી એક Maces અને બીજાને Combind Maces કહેવાય છે.
મળી રહેલી માહિતી મુજબ ચીની સેનાએ બે પ્રકારના હથિયારો ખરીદ્યા છે. ચીનની સેના સરહદ પર આ પ્રકારના ખિલ્લાવાળા હથિયારનો ઉપયોગ કરે છે. ભારત અને ચીનની વિવાદિત LAC પર આ પ્રકારના ખિલ્લાવાળા હથિયારથી સજ્જ ચીની સૈનિકોને જોઈ શકાય છે.

કેટલાંક રિપોટર્સ અનુસાર ચીનની સેનાએ તિયાનજિનમાં પેટ્રોલિંગ દરમિયાન આ પહેલાં પણ આ પ્રકારના હથિયારનો ઉપયોગ ચીન દ્વારા ભારત સામે કરવામાં આવ્યો હતો. ચીની સેનામાં ભરતી સમયે પોતાના સૈનિકોને આ પ્રકારના હથિયારના ઉપયોગ કરવાનું શીખવવામાં આવે છે. એક અન્ય રિપોર્ટ મુજબ ચીની સેનાએ આ પ્રકારના 2600 Maces ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. ચીની સેનાના પર્ચેઝ ઓર્ડર મુજબ આ Macesની લંબાઈ લગભગ 1.8 મીટર હોય છે. જેના ત્રણ ભાગ હોય છે, જેમાં ઉપરના ભાગમાં હથોડા જેવું હોય છે. હથિયારની વચ્ચેનો ભાગ રોડ જ્યારે છેલ્લે રોડ ડ્રિલ જેવો હોય છે. આ હથિયાર બંને બાજુએ સ્ટીલના સ્પાઈક્સ અને તીક્ષ્ણ ખીલ્લા લાગેલા હોય છે. આ હથિયારની રોડ બોડી જિંક સ્ટીલની બનેલ હોય છે. લાંબા રોડના ઉપરના ભાગે ખીલ્લા હોય છે, જે ઘણું જ ખતરનાક હથિયાર છે. આ હથિયારની તસવીરો પીએલએની પર્સેજ વેબસાઈટ પર છે. ચીનની સેના ભારત-ચીન સરહદ પર તેનો ઉપયોગ કરે છે.
ચીનની સોશિયલ વેબસાઈટ પર એવી ચર્ચા જોર પકડી રહી છે કે ચીનમાં કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે ચીની સેના સામાન્ય લોકો વિરૂદ્ધ આ હથિયારનો ઉપયોગ કરવા જઈ રહી છે. પરંતુ સૌથી મોટી ચિંતા ભારત-ચીન સરહદ પર વધેલા તણાવને લઈને પણ છે. ચીનના સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે આ હથિયાર ઘણો જ ખતરનાક છે અને જે મટીરિયલથી તેને તૈયાર કરાયું છે તે ખતરનાક છે. ઈન્ડો પેસિફિક ક્ષેત્રના મામલે નજર રાખનાર એક્સપર્ટે કહ્યું કે ચીની સેના ભારતની સેનાનો મુકાબલો કરવો માટે આ હથિયારને ખરીદવા જઈ રહી છે, ના કે ઘરેલુ સ્તર પર લોકોના વિરોધને ડામવા માટે.