(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપાની હદમાં ભળેલા નવા વિસ્તાર માટે આગામી ૪૦ વર્ષની જરૂરિયાતના આયોજન સાથે અમદાવાદ મનપા પાણીનું નેટવર્ક ઊભું કરી રહી હોવાનું ભવિષ્યમાં કોઈ પ્લાન્ટ ખોટકાય તો પણ બાકીના અન્ય પ્લાન્ટમાંથી દરેક વિસ્તાર સુધી પાણી પહોંચાડી શકાશે. શહેરમાં ત્રણ મુખ્ય વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એકબીજા સાથે જોડાણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે
મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં શુદ્ધ પાણી પુરુ પાડવા માટે હાલ કોતરપુર, જાસપુર અને રાસ્કા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. શહેરમાં ત્રણ વોટર પ્લાન્ટ હોવા છતા કોઈક પ્લાન્ટમાં સમસ્યા સર્જાય તો તે પ્લાન્ટમાંથી પાણી મેળવતા વિસ્તારમાં કાપ મુકવો પડે છે. આ સમસ્યા નિકાલ માટે ત્રણેય પ્લાન્ટ એક બીજા સાથે લિન્ક કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રોજેકટ સંપૂર્ણ શરૂ થતા બોપલ ઘુમા સંહિતાના રિંગ રોડ તરફના વિસ્તારો તરફ વાળવામાં આવશે. જેથી હવે આગામી સમયમાં પાણી કાપ જેવી સમસ્યા ઊભી નહીં થાય. બીજી બાજુ આગામી ૪૦ વર્ષ સુધીની જરૂરિયાતને ધ્યાને રાખી ૧૨૦ કરોડના ખર્ચે આ લાઈન નંખાશે. ૪૦૦ મીટર લાંબી પાઈપલાઈન સાબરમતીના એક છેડાથી બીજા છેડે પિલર પર ક્રોસ થશે. આ પાઈપલાઈન ઊંચાઈ ૧૬.૪ ફૂટ જ્યારે પહોળાઈ ૧૯.૭ ફૂટ છે, તેવી માહિતી મનપા દ્વારા મળી હતી. ઉ