દુનિયાના શ્રીમંત વ્યક્તિઓમાં જેમની ગણતરી થાય છે એવા મુકેળ અંબાણી અને તેમના પરિવારના તો ઠાઠ એકદમ નિરાળા છે અને લોકો પણ નીતા અંબાણી અને મુકેશ અંબાણી વિશેની ઝીણામાં ઝીણી વિગત જાણવા માટે ઉત્સુક જોવા મળે છે. આ બંનેની સાથે સાથે જ તેમના સંતાનો અને વહુઓ પણ સતત લાઈમલાઈટમાં જોવા મળે છે.
આજે આપણે અહીં ઈશા અંબાણીની વાત કરવા જઈ રહ્યા છીએ. ઈશા 2018માં ઈશા અંબાણીએ ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે સાત ફેરા લીધા અને ગયા વર્ષે 19મી નવેમ્બરના ઈશાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. મમ્મી નીતાની જેમ જ ઈશા પણ એક ફેમસ ફેશન આઈકોન છે અને તે તેની ફેશન અને સ્ટાઈલ માટે હંમેશા જ ટ્રેન્ડમાં રહે છે.
સોશિયલ મીડિયા પર પણ ઈશાની ખાસ્સી એવી ફેન ફોલોઈંગ છે. તે કયા કપડાં પહેરે છે, તેની કિંમત શું છે, ચંપલ કેટલા રૂપિયાના પહેરે છે આ બધી બાબતે તેના ચાહકોમાં જોરદાર ઉત્સુક્તા જોવા મળે છે. હાલમાં જ પતિ આનંદ સાથે ઈશા ડિનર ડેટ પર ગઈ હતી અને આ સમયે ઈશા તેણે પહેરેલાં ચંપલને કારણે લાઈમલાઈટમાં આવી હતી. ઈશાના આ ચંપલની કિંમત હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈશા પતિ આનંદ સાથે બાંદ્રા ખાતેની એક પોશ હોટેલમાં ડિનર ડેટ પર જવા નીકળી હતી અને આ ડિનર ડેટ પર જતી વખતના તેના ફોટો સોશિયલ મીડિયા પર ખાસા એવા વાઈરલ થઈ રહ્યા છે. આ ડિનર ડેટ પર જતી વખતે તેણે પહેરેલા નાઈટ ડ્રેસ જેવા આઉટફિટ્સને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી અને એની સાથે સાથે તેણે પહેરેલી ચંપલે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ ડિનર ડેટ પર જતી વખતે પહેરેલી ચંપલની કિંમત 54 હજાર રૂપિયા જેટલીછે અને તે એક ફેમસ બ્રાન્ડની ચંપલ છે.
તેના યુનિક લૂકના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેના પર અનેક કમેન્ટ્સ અને લાઈક આવી રહ્યા છે. લોકોને જેવી ઈશાની ચંપલની કિંમત જાણવા મળી કે લોકો આશ્વર્ય વ્યક્ત કરી રહ્યા છે.
View this post on Instagram