ગુજરાતની સરહદે બીરાજમાન માં અંબાના ધામ અંબાજી ખાતે રવિવારથી પાંચ દિવસ માટે 51 શક્તિપીઠ મહોત્સવ 2023નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો, સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનો આરંભ કરાયો હતો. મળતી માહિતી મુજબ, 51 શક્તિપીઠ મહોત્સવ 2023ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રશાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા, શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપીઠમાં દરેક શક્તિપીઠના દર્શન કરી તમામ શક્તિપીઠના લાભ લીધો હતો. સાથે સાથે તમામ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.