આજે શુક્રવારે આકાશમાં એક દુર્લભ ખગોળીય નજારો જોવા મળશે. શનિ જયંતી અને વટ સાવિત્રીના અવસરે અમાસના દિવસે આજે ચંદ્ર કાળો દેખાશે. ખગોળશાસ્ત્રીઓ આ ઘટનાને બ્લેક મૂન તરીકે પણ ઓળખે છે અને જો આજે આ ખગોળીય નજારો જોવાનું ચૂકી ગયા તો તે સીધું 2024ના 31મી ડિસેમ્બરના જોવા મળશે.
ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર 19મી મેના રોજ અમાસનો ચંદ્ર એ બ્લેક મૂન હશે. અમાસના દિવસે ન દેખાતા ચંદ્રનું આ નામકરણ વિશેષ છે. 21મી માર્ચથી 21મી જૂન સુધી સમાપ્ત થતી ત્રણ મહિનાની ખગોળીય વસંતઋતુમાં ચાર અમાસ આવી રહી છે અને આજે શુક્રવારે ત્રીજી અમાસ આવી છે. જો ત્રણ મહિનાની ઋતુમાં ચાર અમાસ આવતી હોય તો ત્રીજી અમાસને બ્લેક મૂન તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ હાલમાં જ ખૂબ પ્રચલિત થયો છે. આ ઘટના લગભગ 33 મહિનામાં પણ બનતી જોવા મળે છે. આ કેલેન્ડર વર્ષની પાંચમી અમાસ છે. સામાન્ય રીતે એક મહિનામાં એક પૂર્ણિમા અને એક નવો અમાસ હોય છે. બ્લેક મૂનની વ્યાખ્યા અનુસાર જ્યારે મહિનામાં બે અમાસ હોય ત્યારે બીજી અમાવસ્યાને બ્લેક મૂન કહેવામાં આવે છે. આવું લગભગ દર 29 મહિનામાં એકાદવાર બને છે.
ચંદ્ર હંમેશા આકાશમાં હોય છે અને જો તમે એવું માનતા હોવ કે અમાસના દિવસે ચંદ્ર આકાશમાં નથી હોતો તો તમારી આ માન્યતા સદંતર ખોટી છે. અમાસના દિવસે પણ ચંદ્ર આકાશમાં જ હોય છે અને પરંતુ તેની તેજસ્વી સપાટી કે પછી તેના પર પડતો પ્રકાશ પૃથ્વી તરફ નથી હોતો અને આ જ કારણસર ધરતી પરથી તેનો પડછાયો જ દેખાય છે. વર્ષમાં બે થી પાંચ વખત, આપણે સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્રને સંપૂર્ણ અથવા આંશિક રીતે સૂર્યને ઢાંકતો જોઈએ છીએ.
બીજી વખત આ દિવસે દેખાશે બ્લેક મૂન
ડિસેમ્બર 31, 2024: એક મહિનામાં બે અમાસ
23 ઓગસ્ટ 2025: એક સિઝનની ચાર અમાસમાંથી ત્રીજી અમાસ