Homeદેશ વિદેશઅમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ

દેશભરમાં અમરનાથ યાત્રા માટે લોકોમાં ભારે આકર્ષણ હોય છે. જો તમે અમરનાથ યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો તમે અમરનાથ યાત્રા માટે ઓફલાઇન અને ઓનલાઈન એમ બંને રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, કારણ કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન સોમવાર, 17 એપ્રિલથી શરૂ થઇ ગયું છે. તમે અમરનાથ યાત્રા માટે 31 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. આ માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું પડશે, કારણ કે આ યાત્રા માટે ફક્ત 13 થી 70 વર્ષની વયજૂથના લોકો જ ઓનલાઈન અરજી કરી શકે છે. પરંતુ 6 અઠવાડિયા કે તેથી વધુની ગર્ભવતી મહિલાને મુસાફરી કરવાની મંજૂરી નથી. આ વર્ષે પ્રથમ વખત અમરનાથ યાત્રા 62 દિવસની હશે.

યાત્રાની નોંધણી માટે પંજાબ નેશનલ બેંક, SBI, જમ્મુ અને કાશ્મીર બેંક અને યસ બેંકની 542 શાખાઓમાં આજથી કામ શરૂ થઈ ગયું છે. હાલમાં, બેંકોમાં નોંધણી ક્યાં સુધી ચાલુ રહેશે તે નક્કી નથી કારણ કે શ્રાઈન બોર્ડે હાલમાં બેંકો માટે કોઈ ક્વોટા નક્કી કર્યો નથી. જો તમે ભારતના નાગરિક છો, તો અમરનાથ યાત્રા માટે તમારે એડવાન્સ રજિસ્ટ્રેશન માટે નિયુક્ત બેંક શાખાઓ દ્વારા પ્રતિ યાત્રી દીઠ 120 રૂપિયા ચૂકવવા પડશે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની ફી 220 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવી છે.

જો તમે અમરનાથ યાત્રાને લગતી વધુ માહિતી મેળવવા માંગતા હો, તો તમે ટોલ ફ્રી નંબરો- 18001807198 અને 18001807199 પર કૉલ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી વિગતવાર જાણી શકો છો. જો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. હાલમાં, હેલિકોપ્ટર બુકિંગ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી અને કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. અમરનાથ યાત્રાને સુરક્ષા પૂરી પાડતા સુરક્ષા અધિકારીઓ અંગે પણ હાલમાં કોઇ માહિતી બહાર પાડવામાં આવી નથી. શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમરનાથ યાત્રામાં ભાગ લેનારાઓએ ફોર્મની સાથે ફરજીયાતપણે હેલ્થ સર્ટિફિકેટ જોડવું પડશે.

છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળ્યું છે કે અમરનાથ યાત્રાનું પ્રતીક પવિત્ર હિમલિંગ બહુ ઝડપથી પીગળી જાય છે. હિમલિંગ પીગળતાની સાથે જ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા પણ બહુ ઘટી જાય છે. આ વખતે પણ ઓછા વરસાદ અને આકરા ઉનાળાને કારણે પવિત્ર હિમલિંગ અકાળે પીગળી શકે છે, એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા સમયે અમરનાથ યાત્રાને 62 દિવસ લંબાવવાના નિર્ણયથી સુરક્ષા અધિકારીઓ અને અહીં લંગરની વ્યવસ્થા કરતા યજમાનો ખુશ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -