મુસાફરોને થશે ફાયદો
મુસાફરોની વધતી જતી સંખ્યાને જોતા રેલવેએ હવે તમામ લાંબા અંતરની ટ્રેનોમાં કોચની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. હવે લાંબા અંતરની દરેક ટ્રેનમાં 24 કોચ હશે, જેથી લોકોને પણ ટ્રેનમાં કન્ફર્મ બુકીંગ મેળવવાની ઝંઝટ ઓછી થશે અને ટ્રેનના કોચની સંખ્યામાં વધારો થવાથી રેલવેને પણ આવક થશે.
મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી લાંબા અંતરની ઘણી ટ્રેનો ઉપડે છે. આ તમામ ટ્રેનોના કોચની સંખ્યા વધારીને 24 કરવામાં આવશે. કોચની સંખ્યામાં વધારો થવાને કારણે પ્લેટફોર્મની લંબાઇ પણ વધારવી પડશે. CSMT સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10,11,12 અને 13ની લંબાઇ વધારવામાં આવશે.
ટિકિટના સસ્તા ભાવ, સલામત મુસાફરી અને સમયસર પહોંચવાની ખાતરીને કારણે રેલવે પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે, પણ ટ્રેનોમાં કન્ફર્મ બુકીંગ નહીં મળવાથી પ્રવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. હવે લાંબા અંતરની ટ્રેનોમાં કોચ વધારવાના રેલવેના નિર્ણયથી મુસાફરોને મોટી રાહત થશે એમાં કોઇ શંકા નથી.