બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ એક એવું નામ છે જેના પર તેના ચાહકો હંમેશા નજર રાખે છે. બોલીવૂડને એકથી વધુ ફિલ્મો આપનારી આ એક્ટ્રેસ પોતાના વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, પરંતુ માતા બન્યા બાદ આલિયા પોતાનો પૂરો સમય દીકરી ‘રાહા’ને આપી રહી છે.
તેણે ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર કોઈ તસવીર પણ મુકી ન હતી. હવે લાંબી રાહ જોયા બાદ ચાહકોની રાહ પુરી થઈ છે કારણ કે તેણે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર ખુશીથી એન્ટ્રી કરી છે. આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બાથરૂમમાંથી લીધેલી સેલ્ફી શેર કરી છે. આ તસવીરોમાં આલિયાના ચહેરાની ચમકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ફોટામાં આલિયા ભટ્ટ ફની પોઝ આપતી વખતે સેલ્ફી લેતી જોવા મળે છે. તેણે પિંક શેડનો ડ્રેસ પહેર્યો છે. ફોટા શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “રવિવારની સવારનો અર્થ એ છે કે કોઈ પણ ધ્યેય વિના મારા બાથરૂમમાં કોઈ સારી લાઇટ શોધવા અને ફોટોશૂટનું આયોજન કરવું. શુભ રવિવાર.” આ ફોટા પર અભિનેત્રી દીપિકા પાદુકોણની ફની કમેન્ટને કારણે આલિયાની ખુશી બમણી થઈ ગઈ છે.
આલિયા ભટ્ટની આ પોસ્ટને ચાહકો પસંદ કરી રહ્યા છે. સેલિબ્રિટી પણ પોતાને ટિપ્પણી કરવાથી રોકી શકતા નથી. દીપિકા પાદુકોણે કોમેન્ટમાં લખ્યું, “મને #ashwagandhabounceની શા માટે સુગંધ આવી રહી છે?” આના પર આલિયા ભટ્ટે જવાબ આપ્યો, “હાહાહા તમને સુંદર સુંદરતાની ગંધ આવે છે…હાલમાં મારી પ્રિય પ્રોડક્ટ.’ નોંધનીય છે કે દીપિકા પાદુકોણે તાજેતરમાં તેની સ્વ-સંભાળ ઉત્પાદનોની લાઇન લોન્ચ કરી છે જેમાં મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન ડ્રોપ્સનો સમાવેશ થાય છે. દીપિકાએ આલિયાને પૂછ્યું હતું કે આલિયા તેની ઉત્પાદનોની બ્રાન્ડનો ઉપયોગ કરે છે?
આલિયાની આ તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.