મુંબઈઃ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી જાણીતી અભિનેત્રી અને અત્યારની સૌથી વિવાદાસ્પદ બોલ્ડ મોડલે આજે ફરી તેના ન્યૂડ લૂક લઈને ચર્ચામાં આવી છે. ઉર્ફી જાવેદ રોજ એક નવા બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર પ્રગટ થાય છે, પરંતુ આજના લૂકને લઈ તેના ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.
ઉર્ફી જાવેદ તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી અને ન્યુડ અવતારને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. એરપોર્ટ પર બ્લેક ટ્રેક પેન્ટમાં જોવા મળેલી ઉર્ફીએ બ્રાલેસ નેટવાળા ટોપમાં જોવા મળી હતી, જ્યારે પોતાના બોડીને ઢાંકવા માટે ફક્ત બે હંસની જોડીનો ઉપયોગ કર્યો હતો. ઉર્ફી જાવેદ એરપોર્ટ પર કાળા પેન્ટની સાથે બ્લેક નેટ પહેરી હતી, જેમાં પોતાનું આખુ શરીર ન્યૂડ લાગતું હતું અને એના ફોટોગ્રાફની સાથે વીડિયો પણ વાઈરલ થયો હતો. બ્લેક નેટવાળા ટોપમાં પોતાના શરીરને ઢાંકવા માટે બે હંસનો ઉપયોગ કર્યો છે. આ હંસને જાણે કોતરવામાં કે પછી એમ્બ્રોડરી કરવામાં આવી હોવાનું લાગે છે. ત્રણ દિવસ પહેલા પણ બ્લેક કલરના પેઈન્ટમાં બોડીને એક્સપોઝ કરેલ ફોટોશૂટ કરાવ્યું હતું. આ વીડિયો પણ વાઈરલ થયા બાદ લાખો લોકોએ તેને લાઈક આપી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્ફી જાણીતી ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કસોટી જિંદગીમાં કામ કરી ચૂકી છે, જ્યારે તેને સૌથી લોકપ્રિયતા રિયાલિટી શો બિગ બોસના ઓટીટી અને સ્પિલ્ટસવિલા-14મી સિઝનમાં મળી છે. ઉર્ફીને ખતરો કે ખિલાડીમાં પણ અપ્રોચ કર્યો હતો, પરંતુ તેની મનાઈ કરી હતી. જોકે, ઉર્ફીએ અનેક મ્યુઝિક આલ્બમના વીડિયોમાં ભાગ લઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેતી ઉર્ફીના 40 લાખ ફોલોઅર્સ છે, જ્યારે સૌથી વધુ તેના બોલ્ડ અવતારને લઈને સોશિયલ મીડિયા પર જાણીતી બની છે.