Homeધર્મતેજમુંડિયાસ્વામી દયાનંદગિરિજીની વાણી

મુંડિયાસ્વામી દયાનંદગિરિજીની વાણી

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

‘શબદ ચિત્ત પરોવીયાં,
સો કહીએ નિજ સાધ’
અબધુ કૌન ફકીરી કીની ?
વિષ્ાય ધ્યાન,તન આલસ નિંદરા,
વા મેં સુરતા દીની…
-અબધુ કૌન ફકીરી કીની ?..૦
ગ્યાન,ધ્યાન,મન માળા મેલી,
સુરત સાન નવ લીની,
ખાન-પાનમેં ખેલ મચાવે, ઊંઘ અજ્ઞાને ભીની..
– અબધુ કૌન ફકીરી કીની ?..૦
અંગે ઓઢે શાલ દુશાલા,
મલમલ પહેરે ઝીની,
મોહે માતા, મન મગરૂરી,
રસ રે‘ણી નહીં છીની..
– અબધુ કૌન ફકીરી કીની ?..૦
દિનભર સોવે, રાતભર ખાવે,
ક્રિયા કરમ ના કીની,
કહ્યો શબદ કાને નહીં લાવે,
જ્યું ઘટ ભીતર તીની..
– અબધુ કૌન ફકીરી કીની ?..૦
અબ હૂશિયારી કર મત મૂરખ
અંતર છોડ આધિની,
દાસ દયો નિજ નામ નિરખકે,
મગન રહે નિશદિની..
– અબધુ કૌન ફકીરી કીની ?..૦
(હે અવધૂત તેં કઈ જાતની ફકીરી લીધી છે? તારો સંન્યાસ કયા પ્રકારનો છે ? તારૂં ધ્યાન તો સતત વિષ્ાય-વ્યવહારોમાં જ લાગેલું રહે છે, શરીર આળસ અને ઊંઘમાં. એના કારણે તારાં સુરતા-ધ્યાન, તલ્લીનતા તો દીન એટલે કે દરિદ્ર-ગરીબ જ રહે છે. અધ્યાત્મ જ્ઞાન, ચિત્તનું ધ્યાન, જપમાળાનો ત્યાગ કરીને, સદ્ગુરુ પાસેથી સાધનાની સૂરતસાન મેળવ્યા વિના માત્ર ખાવા-પીવામાં જ અને અજ્ઞાન ઊંઘમાં જ તારો સમય વ્યતીત થાય છે, મોહમાં જ અને મનની મગરૂરીમાં જ અંગ ઉપર અતિશય મૂલ્યવાન શાલ-દેશાલા, આછાં મલમલનાં કિંમતી વસ્ત્રો ધારણ ર્ક્યાં હોય પણ હરિરસ-પ્રેમરસની રહેણીનો પરિચય નથી થયો અને આખો દિવસ સૂતો રહે, આખી રાત ખાધા કરે, કોઈ સેવા,સાધનાના ક્રિયાકાંડ ર્ક્યા વિના, જેમ ઘડામાં નાનકડું કાણું હોય અને પાણી વહી જાય એમ સંત-ભક્ત-સદ્ગુરુના શબ્દો-વચનો કાને ધરવા છતાં એની અસર તને થતી નથી. હવે તો તારી હોશિયારી છોડીને, માયાથી અધિન થયેલા તારા અંતર-મનને મુક્ત કરીને નિજનામના રટણમાં નિશદિન મગ્ન બની જા… કારણ કે તેં તારા આત્મકલ્યાણ માટે સંન્યાસ લીધો છે, સંસાર છોડ્યો છે, ફકીરી ધારણ કરી છે એ માત્ર દુનિયાને બતાવવા કે છેતરવા માટે નહીં…)
ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ જ્ઞાતિમાં શાંડિલ્ય ગોત્રના પિતા કાશીરામ વેલજીભાઈ અને પાનબાઈને ત્યાં ઈ.સ.૧૮પરમાં વિ.સં. ૧૯૦૮માં ભાદરવા સુદ ૧પ સોમવારે દાસ દયાનંદજી/ મુંડિયા સ્વામીનો જન્મ થયેલો. જામનગરના સાધુ બ્રહ્માનંદ પાસે ઈ.સ. ૧૮૮૬માં દીક્ષા. જૂનાગઢના રેવન્યુ ખાતામાં તલાટીની નોકરી કરતા. એ ગામના નવાબ શેર જુમાખાનજીએ પોતાના કોઠારી તરીકે પણ નીમેલા. એકવાર વિના કારણ નિરપરાધીને દંડ ર્ક્યેા, પાછળથી પશ્ર્ચાતાપ થતાં રાજીનામું આપી સન્યસ્ત ધર્મ સ્વીકાર્યેા. પાંચાળમાં થાન પાસે બાંડિયાબેલી સ્થાન નજીક નાની ગુફામાં એકાન્તવાસમાં રહ્યા અને જામનગરના સ્વામી બ્રહ્માનંદગિરિજી (કૃષ્ણાનંદગિરિ શિષ્ય) પાસે દીક્ષ્ાા લીધેલી. ત્યારબાદ કચ્છ-અંજારના પાદરમાં સાત સ્મશાનની જગ્યાએ રહી જાતે જોળી ફેરવી અન્નક્ષ્ોત્ર શરૂ કરેલું. મોરબીના વાઘજી ઠાકોરના આગ્રહથી મોરબીમાં પણ એક અન્નક્ષ્ોત્ર શરૂ કરેલું.
ઇ.સ. ૧૯ર૯માં જામનગરમાં ગુરુ બ્રહ્માનંદની સમાધિ પાસે સમાધિ લીધી. રચના : ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગી સંતવાણી ભજનો, રાસ, પદ, સામૈયાંનાં પદો, થાળ, ચાબખા, કવ્વાલી, પ્રભાતી, આરતી, રામગરી , રાસડા, બારમાસી (બારમાસનો રાસડો) વગેરે પ૦૦ જેટલી રચનાઓ. તેમના શિષ્ય સ્વામી દુર્ગાનંદજીએ ઈ.સ.૧૯૭૮માં મુંડિયા સ્વામીનું વિસ્તૃત જીવનચરિત્ર પ્રગટ કરેલ છે. કવિરાજ મેઘરાજજી હમીરજી દ્વારા ‘સ્વામી શ્રી દયાનંદગિરિ સુયશ પ્રકાશ’ નામે પુસ્તકમાં પદ્યમાં જીવનચરિત્ર અપાયું છે. મુંડિયાસ્વામી દ્વારા લખાયેલાં ‘ મોક્ષ્ા સોપાન’કુદરત કલા ને તીર્થ વિલાસ, ‘બ્રહ્મવિલાસ’, ‘બ્રહ્મ ગાયત્રી’, ‘શિષ્ય ધર્મોપદેશિકા’ જેવાં પુસ્તકો પણ પ્રકાશિત થયેલાં છે. ‘મનપ્રબોધ ભજનાવળી’ ગ્રંથમાં ચાર વિભાગમાં- બ્રહ્મનિષ્ઠ મુંડિયાસ્વામી દયાનંદ ગિરિજી ગુરુ બ્રહ્માનંદગિરિની ચિંતામણિઓ, કક્કા,ઉપદેશ, લાવણી, બારમાસી, ભજન-પદો, આરતી,રાસ, કીર્તન,ધોળ, શાસ્ત્રીય રાગદારી ભજનો, ગઝલ-કવ્વાલી,વ્રજભાષ્ાાની તથા હિન્દી મળી પાંચસો જેટલી પદ્ય રચનાઓનો સંચય પ્રકાશિત થયો છે..
જિને ઈશ્ક ઈલ્લાહી ના કીયા,
આદમ હૂવા તો ક્યા હૂવા ?
ઔરોં કી પીર જાને બિના,
દરવેશ હૂવા તો ક્યા હૂવા ?
આતમ તંત પાયા નહીં,
સાધન કીયા સો ક્યા હૂવા ?
તનમનકા દમ ના કીયા,તપસી હૂવા તો ક્યા હૂવા ?
શેતાન અપના કેદ નહીં,
જોગી હૂવા તો ક્યા હૂવા ?
ક્રોધ દુશ્મન હાથ નહીં,
શૂરવીર હૂવા તો ક્યા હૂવા ?
પરકી ભલાઈ સુખ ના દીયા,
સો ભલા હૂવા તો ક્યા હૂવા ?
દયાનંદ દિલ સમજ્યા નહીં,
સ્વામી હૂવા તો ક્યા હૂવા ?
આનંદ અપના પાયા નહીં,
રાજી હૂવા તો ક્યા હૂવા ?
***
સજ્જન સે સનમુખ રહો, દુરિજન સે રહો દૂર ; જો મન ધીરજ ધાર તો, ભજન કરો ભરપૂર.. ***
સાચા સો નર જાણીએ, અંતર ગઈ ઉપાધ ; શબદ ચિત્ત પરોવીયાં, સો કહીએ નિજ સાધ. ***
વનમાળી,વનમાળી વનમાળી, વાટેથી મળ્યા વનમાળી….
મું ને જાતાં તે નજરે ભાળી, વાટેથી મળ્યા વનમાળી….
આવે ઉતાવળો ને બોલે છે અટપટું,
મૂખથી ક્યે છે દઉં ગાળી.. વાટેથી મળ્યા વનમાળી….
બાંયે ઝાલીને મુંને ભી રે રાખે,
મહિની મટૂકી લીધી વાળી.. વાટેથી મળ્યા વનમાળી….
મદનો ભરિયો મારી વાત ના માને,
હસે છે નેણલાં ઢાળી.. વાટેથી મળ્યા વનમાળી….
ધખીને કહેએ તો ધોખો ન ધારે,
વેણ કહે પ્રેમમાં પલાળી.. વાટેથી મળ્યા વનમાળી….
દાસ રે દયાના સ્વામીને ભજશું,
દલડાંની દુબધા ટાળી.. વાટેથી મળ્યા વનમાળી…. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -