બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની મરાઠી ફિલ્મને લઈને ચર્ચામાં છે. અભિનેતા આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે, જેનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે. અક્ષય કુમારની આ પહેલી મરાઠી ફિલ્મ છે જેનું નામ ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’ છે. અભિનેતાએ એક ખાસ પોસ્ટ શેર કરીને ફિલ્મના શૂટિંગની શરૂઆત વિશે માહિતી આપી હતી અને થોડા સમય પછી એક વીડિયો પણ શેર કર્યો જેમાં તે છત્રપતિ શિવાજી મહારાજના લૂકમાં જોવા મળી રહ્યો છે.
અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને ફિલ્મના શૂટિંગની શરૂઆત વિશે માહિતી આપી હતી. અભિનેતાએ છત્રપતિ શિવાજી મહારાજનો એક ફોટો શેર કર્યો છે, જેમાં અક્ષય કુમારની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે. અભિનેતાએ લખ્યું, ‘આજે હું મરાઠી ફિલ્મ વેદાત મરાઠે વીર દૌડલે સાતનું શૂટિંગ શરૂ કરી રહ્યો છું, જેમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે હું ભાગ્યશાળી છું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને અને મા જીજાઉના આશીર્વાદથી હું મારો સંનિષ્ઠ પ્રયાસ કરીશ. તમારા આશિર્વાદ આપતા રહેશો.
View this post on Instagram
“>