Homeટોપ ન્યૂઝinstagram પર વિવાદિત પોસ્ટ બાદ અકોલામાં હિંસા અને આગજની એકનું મોત ત્રણ...

instagram પર વિવાદિત પોસ્ટ બાદ અકોલામાં હિંસા અને આગજની એકનું મોત ત્રણ ઘાયલ

મહારાષ્ટ્રના અકોલામાં જૂના શહેરમાં બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ ઉગ્ર પથ્થરમારો થયો હતો. આ દરમિયાન બદમાશોએ અનેક વાહનોની તોડફોડ કરી હતી. ત્યાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. બે જૂથો વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ આ વિસ્તારમાં પહોંચી ગયું હતું. અહીં કલેક્ટરે કલમ 144 લગાવી છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના અકોલામાં શનિવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે ઘણા લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશન પર પહોંચીને તેમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસ સ્ટેશને પહોંચેલા ટોળાએ બેકાબૂ બનીને વાહનોની તોડફોડ અને પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમણે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન અન્ય એક જૂથ પણ આગળ આવ્યું હતું અને બંને પક્ષો વચ્ચે એક કલાક સુધી પથ્થરમારો ચાલુ રહ્યો હતો. હિંસક ટોળાએ અહીં તોડફોડ કરી નાખી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અન્ય જિલ્લાઓમાંથી ભારે પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.

આ ઘટના જૂના શહેરના ગંગાધર ચોક, પોલા ચોક, હરિહર પેઠ વિસ્તારની ટાઉનશીપમાં બની હતી. અહીં બે સમુદાયો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. તેમણે અનેક વાહનોની તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. બદમાશોએ પોલીસ વાહન તેમજ ફાયર એન્જિન પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણા ફાયર કર્મીઓ ઘાયલ થયા હતા.

પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ સાથે અકોલા જિલ્લાની આસપાસના વાશિમ, બુલઢાણા, અમરાવતીથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. પોલીસે તોફાનીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. એડિશનલ એસપી મોનિકા રાઉતે જણાવ્યું કે અત્યાર સુધી પોલીસે આ કેસમાં 15 લોકોને કસ્ટડીમાં લીધા છે.

કલેક્ટરના આદેશ પર અકોલા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એડિશનલ એસપી મોનિકા રાઉતે કહ્યું હતું કે આ કેસમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે લગભગ 7 થી 8 વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -