મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા નવા સમીકરણો બાંધવામાં આવી રહ્યા છે, જેમાં છેલ્લા ત્રણ દિવસથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા અજિત પવાર ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાઈ એવી અટકળો વહેતી થઈ છે. આ મુદ્દે ખૂદ અજિત પવાર પોતાનું નિવેદન આપી ચૂક્યા છે ત્યારે શુક્રવારે આ મુદ્દે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે પણ કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ મુદ્દે સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે શિવસેનાના બળવાખોર અને વિરોધપક્ષની પાર્ટી તોડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપની મુરાદ અજિત પવારને પણ બળવાખોર બનાવવાની છે, એવું રાઉતે જણાવ્યું હતું.
ગયા વખતના પ્રયાસના માફક આ વખત એનો પ્રયોગ નેશનલ કોંગ્રેસ પાર્ટીની સાથે કરવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે તેમણે કહ્યું હતું કે શિવસેનાના વિધાનસભ્યો અને સાંસદોને નિરંતર ઈડીના દરોડાથી પરેશાન કરવામાં ાવી રહ્યા છે અને તેમને ફસાવવાની કોશિશ કરવામાં પણ આવી રહી છે. વાસ્તવમાં સામાજિક કાર્યકર્તા અંજલી દમાણિયાએ આ મુદ્દે ટવિટ કર્યું હતું અને તેના પર શરદ પવારે પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે મને ખબર નથી.
અહીં એ જણાવવાનું કે બોમ્બે હાઈ કોર્ટમાં ઈડીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમની પત્ની સુનેત્રાની સામે ગેરકાયદે કંપની સાથે સંબંધ ધરાવનારા બેંક સ્કેમમાં એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટમાં તેમને દંપતીને આરોપી બતાવવામાં આવ્યું નથી. બીજી બાજુ એનસીપીના નેતા અજિત પવારે કહ્યું હતું કે પીએમ મોદીની ડિગ્રી સંબંધિત સવાલો પાયાવિહોણા છે.