વિરોધી પક્ષ નેતા અજીત પવારે સત્તાધારી શિંદે ગ્રુપની શિવસેના અને બાજપ પર ટિકા કરી છે. સરકાર દ્વારા જાહેરાતો પર લખલૂટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ફાળવવામાં આવેલ બજેટનું હજી વિતરણ કરવામાં આવ્યું નથી. આર્થિક વર્ષ પૂરુ થવામાં છે. તેથી હવે આ નિધી પાછો જશે. એવી ટિકા અજીત પવારે કરી છે. તેમજ છેલ્લા ચાર મહિનામાં મૂખ્યપ્રધાનના નિવાસ સ્થાન વર્ષા બંગલાનું જમવાનું બિલ 2 કરોડ 38 લાખ રુપિયા આવ્યું છે. સરકાર ચ્હામાં સોનાનું પાણીતો નથી વાપરતીને? એવો ટોણો મારતા અજીત પવારે પ્રશ્ન ઊભો કર્યો છે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ પવારે પોતાનો ગૂસ્સો ઠાલવતા એમ પણ કહ્યું કે, ‘વિકાસના કામોમાં રાજકારણ થઇ રહ્યું હોવાથી કામોમાં વિલંબ થઇ રહ્યો છે. બજેટમાં મંજૂર કરવામાં આવેલ કામોને હાલ સ્થગીતી આપવામાં આવી છે. તેથી વિકાસના કાર્યો બંધ પડ્યા છે. એક મિહના ત્રણ દિવસ પછી આર્થિક વર્ષ પૂરું થવાનું છે. ત્યારે વિકાસના કામો પાછળ કેટલો ખર્ચ થયો છે એનો હિસાબ લેવો જોઇએ ત્યારે ખબર પડશે કે જરા પણ પૈસા ખર્ચ કરવામાં આવ્યા નથી. સરકાર અહીં પાછળ પડી છે ’ એવો આક્ષેપ અજિત પવારે કર્યો હતો. મુખ્યપ્રધાનના બંગલાના જમવાના બિલ પર ટિકા કરતા અજિત પવાર બોલ્યા કે, ‘વિકાસના કામોને બાદ કરતા બાકી બધા ખોટાં ખર્ચા થઇ રહ્યા છે. મૂખ્યપ્રધાનના વર્ષા બંગલા પરનું જમવાનું બિલ 2 કરોડ 38 લાખ રુપિયા આવ્યું છે. હું ઉપમૂખ્યપ્રધાન હતો, અમારા કેટલાંક સહકારી પણ મૂખ્યપ્રધાન રહી ચૂક્યા છે. માત્ર ચાર મહિનાનું જમવાનું બિલ 2 કરોડ 38 લાખ રુપિયા કંઇ રીતે આવી શકે? એ લોકો ચ્હામાં સોનાનું પાણીતો નથી નાંખતા ને?’ એવો કટાક્ષ અજિત પવારે કર્યો હતો.