બોલીવૂડ એક્ટર અજય દેવગણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્કૂટી ચલાવી રહ્યો છે અને તેની પાછળ સેંકડો લોકોની ભીડ તેમનો પીછો કરી રહી છે. આ વીડિયો હાલમાં ચર્ચાનું કારણ બન્યો છે. વાત જાણે એમ છે કે અજયે થોડા દિવસો પહેલા પોતાની અપકમિંગ ફિલ્મ ‘ ભોલા’નું ટિઝર શેર કર્યો હતો જે ચર્ચાનું કારણ રહ્યો હતો. તે બાદ તેણે ફિલ્મના સેટ પરનો વીડિયો શેર કર્યો હતો કે, જેમાં તેઓ સ્કૂટી ચલાવીને દોડી રહ્યાં છે. અજય દેવગણની પાછળ મોટી સંખ્યામાં લોકો તેમનો પીછો કરી રહ્યા છે.
વીડિયોના કેપ્શનમાં અજયે લખ્યું હતું કે, સારું લાગે છે કોઈ પ્રશંસકો સારા કારણથી અમારી પાછળ આવે છે. અજયે હેલ્મેટ ન પહેરવાનું કારણ જણાવ્યું હતું કે, હેલમેટ અવશ્ય પહેરો, મે નથી પહેર્યુ, કારણકે હું શૂટનો ભાગ હતો.