બોલીવૂડ એક્ટર વિવેક ઓબેરોય તેના કામથી વધુ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. બોલીવૂડમાં વિવેકની ફિલ્મો ન ચાલતાં તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. આ અંગે વિવેકે એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના ખરાબ દિવસોને યાદ કર્યા હતાં. તેણે જણાવ્યું હતું કે, જ્યારે ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ થયું ત્યારે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ઘણી પ્રભાવિત થઈ બતી. 18 મહિના સુધી મારા પાસે કામ નહોતું અને સારી ફિલ્મો કર્યા બાદ પણ કામ મળવું મુશ્કેલ બન્યું હતું. તે સમય મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો, જેને કારણે હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ લીધો હતો. મારી આસપાસનું વાતાવરણ ખૂબ જ નેગેટિવ હતું. મારા ખરાબ સમયમાં મારી પત્ની પ્રિયંકાએ સાથ આપ્યો હતો. જીવનનો અંત નક્કી કરવો એ ખૂબ જ મુશ્કેલ છે એટલે સુશાંત સિંહ રાજપુત કઈ હાલતમાં હશે તે હું સમજી શકું છું.