મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રવધૂ અને અભિનેતા અભિષેક બચ્ચનની પત્ની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આમ તો હંમેશા લાઈમલાઈટમાં રહેતી હોય છે, પરંતુ હાલમાં અભિનેત્રી કોર્ટની નોટિસને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા રાયને બાકી રહેલ ટેક્સ જમા ન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાયની જમીન પર બાકી રહેલ ટેક્સને ધ્યાનમાં રાખીને, નાસિકના તહસીલદારે અભિનેત્રીને નોટિસ મોકલી છે. હકીકતમાં, નાસિકના સિન્નરના અવડી વિસ્તારમાં ઐશ્વર્યાની પવનચક્કી માટે જમીન છે. આ જમીન માટે એક વર્ષનો ટેક્સ બાકી છે. આ ટેક્સ રૂ 21,960 છે. જેને ધ્યાનમાં રાખીને નોટિસ જારી કરવામાં આવી છે.કહેવામાં આવી રહ્યું છે કે આ પહાડી વિસ્તારમાં ઐશ્વર્યા રાયની લગભગ 1 હેક્ટર જમીન છે. અભિનેત્રી તરફથી છેલ્લા એક વર્ષથી બાકી લેણાંને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જેના કારણે હવે મહેસૂલ વિભાગે આ કડક પગલું ભરવું પડ્યું છે