ન્યૂ યોર્કઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચર્ચામાં છે, જે અંતર્ગત તાજેતરમાં તેમને પોર્ન સ્ટાર સ્ટોમી ડેનિયલ્સને 1,30,000 ડોલરની ચુકવણીની તપાસના સંબંધમાં આજે કદાચ ધરપકડ કરવાના અહેવાલ વહેતા થયા હતા. આ અહેવાલોની વચ્ચે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની દ્વારા તૈયાર કરવામાં આવેલી તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પને પોર્નસ્ટાર-હશ મની કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરતા બતાવવામાં આવ્યા છે અને ફોટોગ્રાફ પણ અસલી લાગે છે, તેથી સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે. અલબત્ત, વાઈરલ ફોટોમાં પોલીસ કર્મચારીઓ ટ્ર્મ્પનો અન્ય એક ફોટોમાં પોલીસકર્મીઓ ટ્રમ્પનો પીછો કરતા બતાવે છે, જ્યારે અન્ય એક ફોટોમાં તેમને જમીન પર લટકાવેલા બતાવ્યા હતા. તેનો પુત્ર ડોન જુનિયર પણ ગુસ્સામાં દેખાય છે. છેલ્લા બે AI ફોટામાં ટ્રમ્પ જેલમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડના અહેવાલ સાથે મૂળ કેસની વાત જાણી લઈએ.
એ કેસ અંગે તાજેતરમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમને મેનહટ્ટન જિલ્લા એટર્નીની ઓફિસથી ગુપ્ત સમાચાર મળ્યા છે કે તેમની ધરપકડ કરી શકાય છે, પરંતુ તેમના પર શું આરોપ છે એ જણાવવામાં આવ્યું નથી. ટ્રમ્પ પર વર્ષ 2016માં પોર્ન સ્ટાર સ્ટોમી ડેનિયલ્સે મીડિયા સમક્ષ કહ્યું હતું કે 2006માં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની વચ્ચે અફેર હતું. બંને વચ્ચેના અફેરની માહિતી ટ્રમ્પની ટીમને મળી ગઈ હતી અને તેમના વકીલ માઈકલ કોહેને સ્ટોમી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે 1.30 લાખ ડોલરની ચૂકવણી કરી હતી. ડેનિયલ્સને ડોલરની કરેલી ચૂકવણી ગેરકાયદે નહોતી, પરંતુ જે રીતે ચૂકવણી કરી હતી એ ગેરકાયદે હતી. ટ્રમ્પના વકીલ કોહેને આ રકમ ગુપ્ત રીતે ડેનિયલ્સને આપી હતી.
અલબત્ત, ડેનિયલ્સને આ રકમની ચૂકવણી ટ્રમ્પની એક કંપનીવતીથી વકીલ મારફત કરવામાં આવી હતી અને આ રકમની ચૂકવણીની તપાસ કરવામાં આવી ત્યારે ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ (વર્ષ 2017થી 2021) હતા. પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે ટ્રમ્પે તેમના બિઝનેસ રેકોર્ડને ખોટી રીતે રજૂ કર્યો, જે ગુનો છે. પ્રોસિક્યુટર વતીથી વધુમાં કહ્યું હતું કે ટ્રમ્પે ડેનિયલ્સને આટલી મોટી રકમની ચૂકવણી એટલા માટે કરી હતી કે મતદારોને એ વાતની જાણ થાય નહીં કે ડેનિયલ્સ અને ટ્રમ્પની વચ્ચે સંબંધ હતા. આ બાબત અમેરિકન ચૂંટણીના કાયદાનું ઉલ્લંઘન છે. તેની સાથે સાથે રેકોર્ડમાં હેરાફેરી કરવા, કોઈ ગુનાને છુપાવવાનો પણ એક ગંભીર પ્રકારનો ગુનો છે. આ કેસમાં ડેનિયલ્સે ટ્રમ્પની સામે કેસ કર્યો હતો. એક અહેવાલ અનુસાર 41 વર્ષની સ્ટોમી ડેનિયલ્સે ટ્રમ્પ પર કેસ કર્યો હતો, પરંતુ પછીથી આ કેસ રદ્ કરવામાં આવ્યો હતો. હવે કોર્ટે કહ્યું છે કે કેસ કરતી વખતે ડેનિયલ્સે જે રકમનો ખર્ચ કર્યો છે તે ટ્રમ્પે ચૂકવવો પડશે. અહીં એ જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પે એક પુસ્તક લખ્યું હતું, જેમાં ટ્રમ્પે જાહેરમાં સ્ટોમી ડેનિયલ્સ સાથેના અફેર અંગે લખ્યું હતું.