મુંબઈમાં સોમવાર રાતથી હવાની ગુણવત્તામાં ઘટાડો થયો હોવાની નોંધ સફર (System of Air Quality and Weather Forecasting And Research) દ્વારા લેવામાં આવી હતી. મુંબઈના મઝગાંવ અને નવી મુંબઈમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ નોંધાઈ હતી. મુંબઈની એર ક્વોલિટી ઈન્ડેક્સ 245 પોઈન્ટ્સ નોંધાયું હતું. પ્રદૂષણમાં વધારો થતાં મુંબઈ સહિત પરાંના વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. આગામી બે દિવસ સુધી હવા પ્રદૂષિત રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.