Homeટોપ ન્યૂઝએર ઇન્ડિયાએ ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ પોલિસીમાં ફેરફાર કર્યો

એર ઇન્ડિયાએ ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ પોલિસીમાં ફેરફાર કર્યો

એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર એક પુરુષ મુસાફરે પેસાબ કર્યો હોવાની ઘટના બાદ એર ઇન્ડિયાએ તેની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ નીતિમાં ફેરફાર કર્યો છે. એર ઇન્ડિયાએ તેના ક્રૂને વધુ આલ્કોહોલ પી રહેલા મુસાફરને રોકવાની સત્તા આપી છે.
નવી આલ્કોહોલ સર્વિસ પોલિસી અનુસાર, કેબિન ક્રૂ દ્વારા આપવામાં આવે ત્યાં સુધી મુસાફરોને દારૂ પીવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પોતાના આલ્કોહોલનું સેવન કરી રહ્યા હોય તેવા મુસાફરો અંગે કેબિન ક્રૂ સચેત રહેશે.
નવી પોલીસી મુજબ એર ઈન્ડિયાનો કેબિન ક્રૂ જરૂર જણાય તો દારૂ પીધેલ મુસાફરનું બોર્ડિંગ રોકી શકે છે. જો પેસેન્જર પોતાના આલ્કોહોલનું સેવન કરતા હોય અથવા વધુ પડતો આલ્કોહોલનું સેવન કરતા હોય જેને કારણે એવું જણાય કે વિમાન, ક્રૂ અથવા અન્ય પેસેન્જરને નુકશાન પહોંચી શકે છે તો તેમને રોકવા આવશે.
એર ઈન્ડિયાએ ક્રૂ મેમ્બરોને સુચના આપી છે કે મુસાફરને ‘ડ્રંક’ ન કહો તેમને નમ્રતાથી ચેતવણી આપો કે તેમનું વર્તન અસ્વીકાર્ય છે. કોઈ મુસાફરે પૂરતું પીધું હોવાનું જણાય તો તેમને ‘વન લાસ્ટ ડ્રીંક’ ન આપો.
એક નિવેદનમાં, એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરલાઈને તેની હાલની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ પોલિસીની સમીક્ષા કરવામાં આવી છે, અન્ય કેરિયર્સની પ્રેક્ટિસ અને યુએસ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનની માર્ગદર્શિકામાંથી સંદર્ભ લેવામાં આવ્યો છે.
ટાટા જૂથની માલિકીની એરલાઇન છેલ્લા કેટલાક દિવસોમાં બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં બનેલ ઘટનાને સંભાળવામાં નિષ્ફળ રહી હોવા હોવાથી DGCA દ્વારા મોટો દંડથી ફટકારવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -