નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરીની ઊજવણી નિમિત્તે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવનારી તૈયારીઓને ધ્યાનમાં લઈને સાત દિવસ સુધી દરરોજ અમુક ચોક્કસ કલાકો માટે એરસ્પેસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ જ કારણસર તકેદારીના પગલાંરુપે એર ઈન્ડિયા દ્વારા અમુક ફ્લાઈટ્સ કેન્સર કરવામાં આવી છે કે પછી તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
એર ઈન્ડિયા દ્વારા શુક્રવારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. 19મી જાન્યુઆથી 24મી જાન્યુઆરી અને 26મી જાન્યુઆરીના સવારે 10.30 કલાકથી લઈને બપોરે 12.25 કલાક સુધી NOTAM જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે એર ઈન્ડિયા દ્વારા સાત દિવસ સુધી ઉપર જણાવેલા સમયગાળા દરમિયાન કાં તો ફ્લાઈટ્સ રદ કરવામાં આવશે, કે પછી તેના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
#FlyAI: Delhi airport issued a NOTAM restricting flights during Republic Day week for the Air Force flypast practice from 19th to 24th Jan ‘23 and 26th Jan ‘23 from 10:30 to 12:45 IST. Kindly check the re-aligned schedule for more information on domestic & international flights.
— Air India (@airindiain) January 13, 2023
એર ઈન્ડિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ દ્વારા જારી કરાયેલ નોટમને કારણે કેટલાક રૂટ પરની કેટલીક ફ્લાઈટ્સ રદ કરવામાં આવશે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની વાત કરીએ તો આ ફ્લાઈટ્સનો સમય કાં તો એક કલાક મોડો કે પછી વહેલો કરવામાં આવશે, એવું પણ એરલાઈને વધુમાં જણાવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ કરવામાં આવી નથી. IGI એરપોર્ટ, નવી દિલ્હીથી ટેક ઓફ કરનારા કે લેન્ડ કરનારા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાવેલરને અસુવિધાને ટાળવા માટે ફ્લાઈટનું સ્ટેટસ જાણીને તે પ્રમાણે જ ટ્રાવેલ પ્લાન કરવાની અપીલ એરલાઈન દ્વારા કરવામાં આવી છે.