આજકાલ જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો છે અને અવારનવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ની ક્ષમતાનો પરચો આપતા ફોટા, વીડિયો વિશે વાંચ્યું અને સાંભળ્યું જ હશે. આમ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ 1950માં શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં, ફોટોને કારણે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
હાલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, મધર ટેરેસા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવી અનેક મહાન હસ્તીઓનો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ સેલ્ફી લેતા જોવા મળે છે. એ જમાનામાં એવો કોઈ મોબાઈલ ફોન નહોતો કે જેનાથી સેલ્ફી લઈ શકાય, પણ થેન્ક્સ ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI). એઆઈ તમને જણાવશે કે જો એ સમયે આ મહાનુભાવોએ સેલ્ફી લીધી હોત તો એ ફોટા કેવા હોત.
આ ફોટોમાં જોઈ શકાય છે કે જો રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી કેવી રીતે હસતા સેલ્ફી લઈ રહ્યા છે અને તેમની પાછળ કેટલાક પુરુષો અને મહિલાઓ પણ જોવા મળી રહ્યા છે. આ સિવાય બીજી વાઈરલ થઈ રહેલી સેલ્ફી મધર ટેરેસાની છે. આ સેલ્ફીને જોઈને તમને એવું બિલકુલ નહીં લાગે કે આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, કારણ કે આ તસવીર બિલકુલ વાસ્તવિક જેવી જ છે. આ સિવાય AIની મદદથી કેટલીક સેલિબ્રિટીની તસવીરો પણ બનાવવામાં આવી છે, જે ખૂબ જ આશ્ચર્ય જન્માવે એવી છે.
આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર jyo_john_mulloor નામની આઈડીથી શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂક્યા છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે મેકરે આ તસવીરો ખૂબ જ સુંદર રીતે બનાવી છે, તો કેટલાક પૂછી રહ્યા છે કે આ કેવી રીતે બનાવવામાં આવી છે.
જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આવી તસવીરો બનાવવામાં આવી હોય. આ પહેલાં પણ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ ચુકી છે, જેમાં કેટલાકમાં પૃથ્વીના અંતનો નજારો બતાવવામાં આવ્યો છે તો કેટલાકમાં તે બતાવવામાં આવ્યું છે કે સેંકડો વર્ષ પછી લોકો દિલ્હીમાં કેવી રીતે જીવશે, મોગલો વચ્ચેના યુદ્ધના દ્રશ્યો કે દિલ્હીના ગલીઓમાં ભૂત ફરતાં દેખાડવામાં આવ્યા હતા.