દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આમ તો કોઈ ખાસ ઓળખના મોહતાજ નથી. દેશનું બે વર્ષના બાળકથી લઈને 100 વર્ષના વડીલ પણ તેમના નામ અને કામથી પરિચિત છે. માત્ર દેશમાંજ નહીં સાત સમંદર પાર વિદેશમાં પણ પીએમ મોદીના નામનો ડંકો વાગે છે. આજે જે રીતે ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે એ જોતા પીએમ મોદીનું તેમાં મહત્ત્વનું યોગદાન છે એવું કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
હાલમાં જ એઆઈ (AI)એ કેટલાક એવા ફોટો રિલીઝ કર્યા છે કે જેમાં દેખાડવામાં આવ્યું છે કે જો નરેન્દ્ર મોદી પીએમ નહીં હોત અને બીજા કોઈ પ્રોફેશનમાં હોત તો તે કેવા દેખાતા હોત.
એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા આવા જ એક ફોટોમાં પીએમ મોદીને ખાખી વર્દીમાં દેખાડવામાં આવ્યા છે તો વળી બીજા જ ફોટોમાં તેમને સંગીતપ્રેમી તરીકે ગિટાર વગાડતા દેખાડવામાં આવ્યા છે. આ ઉપરાંત એક બીજી ફોટોમાં તો જો પીએમ મોદી સરકારી બાબુ હોત અને સરકારી ઓફિસમાં કામ કરતાં હોત તો કેવા દેખાતા હોત એની પણ અદ્ભૂત કલ્પના કરવામાં આવી છે.
હવે આ તમને દેખાઈ રહેલાં ફોટોની વાત કરીએ તો એમાં પીએમ મોદીને સાયન્ટિસ્ટ તરીકે દેખાડવામાં આવ્યા છે અને તેઓ કોઈ લેબમાં પ્રયોગ કરતાં દેખાઈ રહ્યા છે અને એની સાથે જ જો પીએમ મોદી મેડિકલ પ્રોફેશનમાં સંકળાયેલા હોત તો કેવા દેખાઈ રહ્યા હોત એ જોવું જરા વધારે ઈન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે.
પીએમ મોદી એમની કોઠાસૂઝ, લડાયક મિજાજ માટે ખૂબ જ જાણીતા છે એટલે જો પીએમ મોદી લશ્કરમાં હોત કે પછી એક આર્મી ઓફિસર તરીકે તેઓ કેવા દેખાતા હોત એની કલ્પના પણ એઆઈએ કરી છે અને જે રિઝલ્ટ આપ્યું છે તે જબરજસ્ત છે અને ગન સાથે પીએમ મોદીનો અસ્સલ લડાયક મિજાજ દેખાઈ રહ્યો છે.
આ ઉપરાંત એક બીજા ફોટોમાં પીએમ મોદીને લેપટોપ પર કામ કરતાં દેખાડવામાં આવ્યા છે. અરે આ એઆઈ કોઈ પણ પ્રોફેશન બાકી રાખવાના મૂડમાં હોય એવું નથી લાગી રહ્યું કારણ કે એણે તો પીએમ મોદીને જિમ ટ્રેઈનર તરીકે આપણા વડા પ્રધાન મોદીજી કેવા લાગ્યા હોત એની કલ્પના પણ કરી નાખી હતી. અને આ છેલ્લાં ફોટોમાં જો પીએમ મોદીજી એસ્ટ્રોનટ હોત તો કેવા દેખાતા હોત એની પણ એક ઝલક જોઈ જ લો…