(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરની લુપ્ત થતી પોળ બચાવવા સ્થાનિકો પોતે મેદાને પડી છે. પોળના રહીશોએ પોતાની પોળ અને અન્ય પોળને બચાવવા માટે બીડું ઉપાડ્યું છે. જેમાં હવે કોઈ પણ વ્યક્તિ પોળમાં પોતાનું ઘર પોળના સભ્યોને જાણ કર્યા વગર અન્યને વેચી શકશે નહીંના બેનરો લગાવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના પોળોની લુપ્ત થતી સંસ્કૃતિને અટકાવવા ખાડિયા વિસ્તારની આંબલીની પોળના રહીશો દ્વારા પોતાની પોળ અને અન્ય પોળને બચાવવા માટે બીડુ ઉપાડવામાં આવ્યું છે. આંબલીની પોળના રહીશોએ પોળના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક નોટિસ બોર્ડ પણ લગાવી દીધું છે. આંબલીની પોળના ૪૦ ઘરોએ મળી પ્રવેશ દ્વાર પર સાત સૂચનો લખ્યા છે. જેમાં લખવામાં આવેલું છે કે, પોળમાં મકાન પરપ્રાંતિઓને વેચાણ કે ભાડે આપવું નહીં. પોળમાં મકાન રહેણાંક સિવાય કોઈપણ ધંધાકીય (કોમર્શિયલ) પ્રવૃત્તિ માટે વેચાણ કે ભાડે આપવું નહીં. રહેણાંક મકાન માટે લીધેલ મકાનમાં ધંધાકીય (કોમર્શિયલ) પ્રવૃત્તિ કરવા દેવામાં આવશે નહીં, જે બાબતે પોળમાં રહેતા સર્વે રહિશોની સહસંમતિ છે. આ અંગે સ્થાનિકોને જણાવ્યું હતું કે અમારી પોળમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધારો કે પોળના કોઈ મકાનમાં ગોડાઉન બને તો તે મકાનમાં રહેતા વ્યક્તિ પોળમાંથી બહાર રહેવા જતા રહે તેથી પોળની વસ્તી ઓછી થતી જાય છે. પોળના લોકો પોતાની પોળને બચાવવા માંગે છે. જેથી આ નિર્ણય
લેવાયો છે.