મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં વધુ એક બ્રીજ પર દુર્ઘટના સર્જાવાની તૈયારી હોય એવુ લાગી રહ્યું છે. અમદવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠાને જોડતા અટલ ફૂટ બ્રિજ જેનું હજુ સાત મહિના પહેલા જ વડા પ્રધાન મોદીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એના એક કાચમાં તિરાડો પડી ગઈ છે. અટલ ફૂટ બ્રિજના ફ્લોર પર ચાર પારદર્શક કાચ લગાવામાં આવ્યા છે. જેમાંથી એકમાં તિરાડો પડી ગઈ છે. જેને લઈને રાજકારણ શરુ થઇ ગયું છે.
Atal bridge, Ahmedabad
So called ‘development’ by BJP required repairs just after 6 months of inauguration.
Was it because of poor standard of material used or was it because of over crowding? pic.twitter.com/KUWeQ6BV7i
— Dr Safin 🇮🇳 (@HasanSafin) April 5, 2023
“>
27 ઓગસ્ટ 2022 ના રોજ વડા પ્રધાન મોદીના હાથે સાબરમતી પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે બનેલા અટલ ફૂટ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. ત્યાર બાદથી આ પૂલ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ખાસ કરીને રાજાના દિવસે મોટી સંખ્યામાં લોકો આ બ્રિજની મુકાલાતે આવતા હોય છે. ત્યારે હવે આ બ્રિજના ફ્લોર પરના એક કાચમાં તિરાડો પડી જતા મુલાકાતીઓની સલામતી અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ક્ષતિગ્રસ્ત કાચની આસપાસ બેરીકેટ લગાવી દેવાયા છે. મુલાકતીઓને આ જગ્યાથી દૂર રહેવા સૂચના અપાઈ છે.
અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ ચર્ચામાં છે. 6 મહિના પહેલાં જ જેનું વડાપ્રધાનના હાથે વાજતે ગાજતે લોકાર્પણ થયું હતું એ બ્રિજના જ કાચમાં તિરાડો પડતા બાંધકામની ગુણવત્તા અંગે તંત્ર પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
8 મહિના પહેલા હાટકેશ્વર ફલાય ઓવરમાં ગાબડું પડ્યું પછી બંધ કરી દેવાયો. દોઢ વર્ષ પહેલાં નિર્માણાધિન મુમદપૂરા બ્રિજનો સ્લેબ તૂટ્યો પછી એક વર્ષ કામ બંધ રહ્યું હતું. એવામાં સરકાર જેને ‘એન્જિનિયરિંગ અજાયબી’ ગણાવી રહી છે એ અટલ બ્રિજના કાચમાં તિરાડો પડી છે.