અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 22 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 11ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં નવા 14 કેસ નોંધાયા, જ્યારે રાજકોટમાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં 112 એક્ટિવ કેસ છે, જેમાંથી વેન્ટિલેટર પર બે કેસ છે, જ્યારે 110 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. 12,66,660 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 11,046 જેટલી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, નવસારી, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા. રાજ્યમાં અત્યર સુધી કોરોના રસીના 12,80,86,265 ડોઝ આપવામાં આવ્યા છે.